નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ, જાણો શા માટે માતાજીએ ધારણ કર્યું આ રૂપ?


  • Published By :
  • Published Date : 2023-10-21 11:34:42

નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે કાલરાત્રિ. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. જે સાધક માતાજીના સ્વરૂપની એટલે કે કાલરાત્રિની પૂજા કરે છે તે ભક્તના તમામ કષ્ટો માતાજી દૂર કરે છે. તમામ કષ્ટોથી માતાજી મુક્તિ અપાવે છે. આ રૂપને માતાજીનું રૌદ્રરૂપ માનવામાં આવે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી ભય તેમજ રોગનો નાશ થાય છે. માતાજીનું સ્વરૂપ ભલે રૌદ્ર છે પરંતુ ભક્તો માટે કલ્યાણકારી છે. 


કેવું છે માતા કાલરાત્રિનું સ્વરૂપ? 

માતાજીના ઉત્પત્તિની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. દૈત્ય શુંભ,નિશુંભ તેમજ રક્તબીજનો વધ કરવા માટે માતાજીએ આ રૂપ લીઘું હતું, રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાને કારણે તેઓ કાલરાત્રિ નામથી ઓળખાય છે. માતા કાલરાત્રિના સ્વરૂપની વાત કરીએ તો મા કાલરાત્રિ ગદર્ભ એટલે ગધેડા પર સવારી કરે છે. તેઓ ત્રિનેત્ર ધારી છે. માતાજીને ચારભૂજાઓ છે. એક હાથમાં ખડગ, બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર માતાજીએ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ અભય મુદ્રા ધારણ કરી છે અને ચોથા હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે. માતાજીના કેશ લાંબા અને વિકરાળ છે.


ક્યા મંત્રનું કરવું જોઈએ ઉચ્ચારણ? 

માતાજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્રનો જાપ ભક્ત કરી શકે છે. મનમાં સાચી શ્રદ્ધા હશે તો કોઈ પણ મંત્ર કેમ ન હોય માતાજી તે મંત્રનો સ્વીકાર કરશે તેવું આપણે ત્યાં કેહવામાં આવે છે.માતાજીના રૂપ પ્રમાણે અલગ અલગ મંત્રો હોય છે. દરેક માતાજીને સમર્પિત મંત્રનો જાપ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. માતાજીની કૃપાદ્રષ્ટિ ભક્ત પર રહે છે. કાલરાત્રિ માતાના મંત્રની વાત કરીએ તો -

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

જો આ મંત્રનું ઉચ્ચારણ શક્ય ન હોય તો કાલરાત્રિને સમર્પિત બીજ મંત્રનો જાપ સાધકે કરવો જોઈએ જે આ પ્રમાણે છે -ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

harmful effect of jaggery you must know before having it

કયો નૈવેદ્ય માતાજીને કરવો જોઈએ અર્પણ? 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દિવસે અલગ અલગ ભોગ માતાજી સમક્ષ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના સાતમા નોરતે ગોળનો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.