બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ભારતની આ ફિલ્મના ગીતે જીત્યો એવોર્ડ, એવોર્ડ મળતા જ રડી પડી દીપિકા પાદુકોણ!


  • Published By :
  • Published Date : 2023-03-13 18:28:15

ઓસ્કર એવોર્ડ સેરેમનીમાં ભારતની ફિલ્મોનો દબદબો જોવા મળ્યો છે. 95માં ઓસ્કર એવોર્ડમાં ભારતની ફિલ્મ RRRના નાટુ નાટુ ગીતે એવોર્ડ જીત્યો છે. આ ગીતે બેસ્ટ ઓરિજિનિલ સોંગની કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આરઆરઆર ભારતની પ્રથમ ફિચર ફિલ્મ હતી જેેને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું અને એવોર્ડ પણ જીત્યો છે. આરઆરઆનું નાટુ નાટુ ગીત લખનાર ચંદ્ર બોસ અને સંગીતકાર એમ.એમ.કેરાવાણીએ ટ્રોફી લીધી હતી.


પીએમ મોદીએ ટ્વિટ કરી પાઠવી શુભકામના 

ઓસ્કર મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું કે અદ્ભૂત, નાટૂ નાટૂ ગીતની લોકપ્રિયતા હવે ગ્લોબલ થઈ ગઈ છે. આ એવું ગીત છે જે આવનાર વર્ષો સુધી લોકોને યાદ રહેશે.  


આ ડોક્યુમેન્ટરી ફિલ્મને મળ્યો છે એવોર્ડ 

આરઆરઆર ફિલ્મ સિવાય ધ એલિફન્ટ વ્હિસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન કાર્તિકેયી ગોન્સાલ્વેસ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે આના નિર્માતા ગુનીત મોંગા છે. ગુનીતની આ બીજી ફિલ્મ છે જેને ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 2019માં પિરિયડ એન્ડ ઓફ ક્વેઈનને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત પીએમ મોદીએ ડોક્યુમેન્ટરી ફિલ્મ વિજેતાને અભિનંદન પાઠવ્યા છે.



ગુજરાતમાં બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપી છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોને જવાબદારી સોંપી છે પ્રચાર માટેની..

સાબરકાંંઠા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા છે. શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. શોભનાબેનને ટિકીટ અપાતા ભાજપના કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને ટિકીટ આપી છે. બંને ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. અનંત પટેલ આક્રામક દેખાય છે ત્યારે ફરી એક વખત અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

UPSCનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આદિત્ય શ્રીવાસ્તવે પરીક્ષાને ટોપ કરી છે... લાખો ઉમેદવારોનું સપનું હોય છે યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવા માટે.