કુંડળધામ ખાતેથી હટાવાઈ હનુમાનજીની પ્રતિમા, નીલકંઠવર્ણીને હનુમાનજી ફળાહાર અર્પણ કરતા હોય તેવી હતી મૂર્તિ


  • Published By :
  • Published Date : 2023-09-05 18:25:21

હનુમાનજીની મૂર્તિઓને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. સાળંગપુર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમા નીચે એવા ભીંતચિત્રો મૂકવામાં આવ્યા હતા જેમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ ભીંતચિત્રો સામે આવતા વિવાદ છેડાઈ ગયો હતો. અનેક દિવસો સુધી વિવાદ ચાલ્યો અને અંતે વિવાદીત ભીંતચિત્રોને આજે સવારે હટાવી લેવાયા છે. જ્યારે સાળંગપુરનો આ મામલો ચાલી રહ્યો હતો ત્યારે ગુજરાતભરમાંથી અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેમાં હનુમાનજી સ્વામીનારાયણ ભગવાનની સેવા કરતા હોય. અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેને લઈ વિવાદ છેડાઈ શકે તેવો હતો. ત્યારે કુંડળ ધામમાં પણ મૂકવામાં આવેલી હનુમાનજીની પ્રતિમાને હટાવી લેવામાં આવી છે. 

Image

વિવાદ વધતા સાળંગપુર ખાતેથી હટાવી લેવાયા ભીંતચિત્રો 

ગુજરાતમાં થોડા સમયથી હનુમાનજીની પ્રતિમાને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા હતા. ભીંતચિત્રો હતા જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદ એટલો વકર્યો કે અંતે સરકારે આ મામલે ઝંપલાવવું પડ્યું હતું. ગઈકાલે સંતો અને સરકારના પ્રતિનિધીઓ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને વીએચપી વચ્ચે પણ બેઠક થઈ હતી જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હીતી અને સવાર સૂધીમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સવાર સુધીમાં વિવાદીત ભીંતચિત્રો હટી પણ ગયા હતા. ત્યારે કુંડળધામમાં રાખેલી મૂર્તિને પણ હટાવી લેવામાં આવી છે.

Controversy in Kundal temple after Salangpur | સ્વામિનારાયણ મંદિરમાં  હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા; હનુમાનભક્તોને વધુ એક  ઠેસ - Divya Bhaskar

પહેલા - 

વિવાદનો અંત આવ્યા બાદ હનુમાનજીની મૂર્તિ હટાવી લેવાઈ

પછી

કુંડળધામમાં હનુમાનજીની રખાયેલી મૂર્તિને પણ હટાવી લેવાઈ 

કુંડળધામમાં જે મૂર્તિ રાખવામાં આવી હતી તેમાં હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરી રહ્યા છે. આ મૂર્તિને લઈને પણ વિવાદ થયો હતો ત્યારે આ વિવાદ સાળંગપુર વિવાદ જેટલો વધારે ઉગ્ર થાય વધારે વધે તે પહેલા મૂર્તિને હટાવી લેવામાં આવી છે. આના અનેક ફોટા વાયરલ થયા હતા અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો . ત્યારે હવે હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.