ગુજરાતથી બસ આટલા કિલોમીટર દૂર છે વાવાઝોડું! હવામાન વિભાગે કરી આગાહી કે આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-12 09:58:03

રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવી આગાહી અને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવ કામગીરી માટે ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક શહેરોના વાતાવરણમાં પણ પલટો અનુભવાઈ રહ્યો છે તેમજ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

  

15 જૂન સુધી વરસાદની કરવામાં આવી છે આગાહી!

બિપોરજોયને કારણે દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાઓ ગાંડાતૂર બની ભયાવક બની રહ્યા છે. અનેક દરિયાઓના વીડિયો પણ સામે આવ્યા છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર 12થી 15 જૂન વચ્ચે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. 15 જૂને સમગ્ર ગુજરાતમાં મેઘવર્ષા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ વાવાઝોડું દ્વારકાથી અંદાજીત 400 કિલોમીટર દૂર છે. 15 જૂનના રોજ તે કચ્છ પહોંચી શકે છે અને જેને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ, જામનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે. આ ત્રણ જિલ્લાઓ સિવાય રાજ્યના અનેક બીજા જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

  

આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ!

12મી જૂન માટે કરવામાં આવેલી મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ વરસી શકે છે. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  

મંત્રીઓને સોંપાઈ જિલ્લાઓની જવાબદારી!

ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ચક્રવાતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બેઠક કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. વાવાઝોડાને ધ્યાનમાં રાખી બંદરો પર સિગ્નલો લગાવી દેવામાં આવ્યા હતા. રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં 1-કચ્છ -મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરીયા, 2-મોરબી- કનુભાઈ દેસાઈ, 3-રાજકોટ-રાઘવજી પટેલ, 4-પોરબંદર- કુંવરજી બાવળિયા, 5-જામનગર-મુળુ ભાઇ બેરા, 6-દેવભૂમિ દ્વારકા- હર્ષ સંઘવી, 7-જૂનાગઢ-જગદીશ વિશ્વકર્મા, 8-ગીર સોમનાથ- પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. ચક્રવાત વિનાશકારી સાબિત થઈ શકે છે તેવી ધારણા સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, તાપી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.