નાની ઉંંમરે હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત, નવસારીમાં ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીને આવ્યો હાર્ટ એટેક, પરિવારમાં છવાયો શોક


  • Published By :
  • Published Date : 2023-06-26 17:52:52

હાર્ટ એટેકના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે.  કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા આપણે એવું માનતા હતા કે ઉંમરલાયક વ્યક્તિને હાર્ટ અટેક આવે. પરંતુ હવે તે ધારણા ખોટી પડે તેવી છે. નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. યુવાનો તો ઠીક પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તેમાં તો શાળામાં ભણતી વિદ્યાર્થીની હાર્ટ એટેકનો ભોગ બની છે. નવસારીની શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું સ્કૂલમાં હાર્ટ એટેક આવવાને કારણે કરૂણ મોત નિપજ્યું છે. વિદ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં સુધી પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું.


કોઈ અકસ્માતમાં તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુને પામે છે  

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારીમાં એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એેટેક આવવાને કારણે થયું છે. નાની ઉંમરે લોકોના મોત થવાથી તેમના માતા પિતા પર આભ ફાટી પડતું હોય છે. માતા પિતાને સ્વીકારવામાં ઘણો સમય લાગતો હોય છે કે તેમનું સંતાન હવે આ દુનિયામાં નથી રહ્યું.    


ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું થયું મોત

આપણી સામે ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે. ત્યારે ધોરણ 12 ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી જ્યારે સીડીઓ ચઢી રહી હતી તે દરમિયાન તે અચાનક પડી ગઈ હતી. અચાનક ઢળી પડતાં શિક્ષકે નજીકની હોસ્પિટલ તેને લઈ ગયા. પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધી હતી. જે વિદ્યાર્થીનીનું મોત થયું છે તેનું નામ તનિષા છે. દીકરીના મોતથી શાળામાં તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ આ વાતને ધ્યાનમાં લીધી છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.