ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. વિપક્ષ કોંગ્રેસ છે પરંતુ આ વખતે આપની બોલબાલા વધી છે. અને બીજી તરફ ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ કમિટિને મોટો ફટકો વાગ્યો છે. અહીં નવા ઉપપ્રમુખોની યાદી જેવી બહાર પડી કે પાર્ટીમાં અસંતોષ ફેલાઈ ગયો હતો. જેના પરિણામે એકપછી એક રાજીનામાં પડવાના શરૂ થઈ ગયા હતાં. કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ પોતાના રાજીનામ ધરી દીધા છે.
 
કોંગ્રેસ ખોરવાય રહ્યું છે !!!
ચૂંટણી પહેલા કોંગ્રેસના હોદેદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના નવા ઉપપ્રમુખોની યાદી બહાર આવતા કોંગ્રેસમાં ભડકો થઈ ગયો છે. નોંધનીય છે કે મંહામંત્રી મોહમ્મદજીલાની શેખ, મંત્રી ઐયુબખાન પઠાણ, ઉપપ્રમુખ દિપકભાઈ પરમાર સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ જગદીશ ઠાકોર અને નીરવ બક્ષીને રાજીનામું સોંપી દીધું છે.
                            
                            





.jpg)








