Hit And Run કાયદાના વિરોધમાં દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ, પેટ્રોલ પંપ પર આ કારણોસર લાગી લાંબી લાઈનો! જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-02 12:11:04

દેશના અનેક રાજ્યોથી એક સરખા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે, ચક્કાજામ કરવામાં આવ્યો છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં ડમ્પર ચાલકો, ટ્રક ડ્રાઈવરો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા કાયદાને લઈ વિરોધ કરી રહ્યા છે. હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડ્રાઈવરોની માગ છે કે આ કાયદાને તરત પાછો લઈ લેવામાં આવે. રસ્તા પર ટ્રકો લગાવી ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. હડતાળને કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે આ હડતાળને કારણે પેટ્રોલ ખલાસ થઈ જશે જેને કારણે લોકો વાહનો લઈ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે.   

hit-and-run cases truck drivers strike

Truck drivers protest against new provisition under hit and run | Mumbai  news - Hindustan Times

રસ્તા પર જોવા મળી રહી છે ટ્રકોની લાંબી લાઈન 

ટ્રક ડ્રાઈવરો હિટ એન્ડ રનના કાયદાનો વિરોધ કરી રહ્યા છે, ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે. રસ્તા પર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે અને વિરોધમાં નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. આવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ન માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી આવા વીડિયો સામે આવ્યા છે. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોનું કહેવું છે કે આ કાયદો ખોટો છે, અને આને તરત પાછો લઈ લેવો જોઈએ. આ માગ  સાથે  ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી હડતાળ કરી લીધી હોય તેવું લાગે છે. દિલ્હી, હરિયાણા, યુપી અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાંથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. 

પેટ્રોલ પંપ પર જોવા મળી લોકોની ભીડ! 

હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરો પોતાની ટ્રકને સાઈડ રાખી વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ટ્રકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ટ્રકના માધ્યમથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ તેમજ ડીઝલ મુખ્યત્વે રીતે પહોંચાડવામાં આવે છે. આ હડતાળ ક્યારે સમેટાશે તેની જાણ નથી જેને કારણે લોકોને લાગી રહ્યું છે કે પેટ્રોલ ખતમ થઈ જશે. પેટ્રોલની અછત સર્જાશે જેને કારણે લોકોની લાંબી લાઈન પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. 

Truck Driver Protests In Maharashtra Against New Motor Vehicle Act Hit And  Run Case Nagpur Buldhana Ghodbunder Gondia Chhatrapati Sambhaji Nagar  Marathi News | Truck Driver Strike : कुठे चक्का जाम, तर



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.