નફરત ફેલાવવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હાંકી લીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 22:24:54

લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાનો દેશના નિર્માણમાં મોટો રોલ રહેલો છે. મીડિયા શાસન પ્રશાસન અને ન્યાય પ્રણાલીમાં જે સારી કે ખરાબ કામગીરી થઈ રહી હોય તે દેશના લોકોને જણાવે છે. જ્યારે લોકોની વાત કોઈ સાંભળતું નથી ત્યારે લોકોનો અવાજ બનીને સરકારના કાન મરોડતી હોય છે. પરંતુ મીડિયાની અંદર વધી રહેલી હેટ સ્પીચ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરા પ્રશ્નો કર્યા હતા કે સરકાર કેમ હેટ સ્પીચ રોકવામાં મૂંગી બની રહી છે.


જસ્ટિસ જોસેફે શું નિવેદન આપ્યું?

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે કેન્દ્ર સરકાર સામે ચિંતા વ્યક્ત કરતા ગંભીર નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે તમે હેટ સ્પીચ મામલે કેમ ચૂપ છો, આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હેટ સ્પીચ મામલે દેશમાં કોઈ કાયદો નથી તો સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ જાહેર કરવો જોઈએ. જસ્ટિસ જોસેફે મૌખિક નિવેદન આપ્યું હતું કે મીડિયામાં એન્કરનો રોલ બહું મહત્વપૂર્ણ હોય છે. હેટ સ્પીચ જે સોશિયલ મીડિયા કે મેઈન સ્ટ્રીમ મીડિયા મારફતે ફેલાવવામાં આવતી હોય છે. જો કોઈ હેટ સ્પીચ આપવાનું કામ કરે તો એન્કરે તેમને રોકી દેવો જોઈએ. 


હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજી થઈ 

જસ્ટિસ જોસેફે જણાવ્યું હતું કે હેટ સ્પીચને રોકવા માટે લીગલ ફ્રેમવર્ક હોવું જોઈએ. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ રિષિકેશ રાયની બંધારણીય બેંચ પાસે હેટ સ્પીચ મામલે 11 જેટલી અરજી આવી છે. હેટ સ્પીચ મામલના રેગ્યુલેટ કરવા માટે અરજીમાં વાત કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે