સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણજન્મભૂમિ સર્વે મામલે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-15 14:34:14

મથુરામાં શ્રી કૃષ્ણજન્મભૂમિ વિવાદ મામલે મુસ્લિમ પક્ષને સુપ્રિમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદ હાઈકોર્ટના 14 ડિસેમ્બરના રોજ આપવામાં આવેલા ફેંસવા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે અલ્લાહબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં કૃષ્ણજન્મભૂમિ-શાહી ઈદગાહ પરિસરમાં સર્વેને મંજુરી આપી હતી. હાઈકોર્ટના આ ફેંસલા વિરૂધ્ધ શાહી ઈદગાહ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 


9 જાન્યુઆરીએ થશે સુનાવણી


હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કોર્ટના ચુકાદા અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શાહી ઈદગાહ મામલે અલ્લાહબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો, તે આદેશને શાહી ઈદગાહ મસ્જીદ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. તેમણે માગ કરી હતી કે અલ્લાહબાદ હાઈકોર્ટના ઓર્ડર પર સ્ટે આપવામાં આવે.  જો  કે સુપ્રીમ કોર્ટે તે અંગે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે  વધુ સુનાવણી કરવા આગામી 9 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે