Electoral Bondને લઈ SBIની Supreme Courtએ કાઢી ઝાટકણી, સૂંપૂર્ણ માહિતી તો આપો ઉપરાંત એફિડેવિટ આપવા પણ આદેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-18 15:39:22

ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કડક વલણ અપનાવ્યું છે. ફરી એક વખત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ચીફ જસ્ટિટ ઓફ ઈન્ડિયાએ ઝાટકણી કાઢી છે. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચૂંટણી બોન્ડને લઈ તમામ માહિતી આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે ચૂંટણી બોન્ડની તમામ માહિતી આપવામાં આવે અને તે માહિતીમાં બોન્ડ નંબર પણ આપવાનો રહેશે. સાથે સાથે એફિડેવિટ પણ આપવાની રહેશે. તે ઉપરાંત ચૂંટણી પંચને પણ આદેશ કર્યો છે કે જે માહિતી આપવામાં આવે તેને વેબસાઈટ પર મૂકવી. 

ચૂંટણી બોન્ડ અંગે તો માહિતી આપવામાં આવી પરંતુ...

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડને લઈ ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસબીઆઈએ ચૂંટણી બોન્ડને લઈ માહિતી આપી હતી. તે માહિતીમાં ચૂંટણી બોન્ડ કોણે ખરીદ્યા, કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તે હતી પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં બોન્ડ નંબર જાહેર કરવામાં  આવ્યો ન હતો. આ મામલે એસબીઆઈની ઝાટકણી દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અનેક વખત કાઢવામાં આવી હતી. આજે પણ ફરી એક વખત આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.  


21 માર્ચ સુધી એસબીઆઈને આપવી પડશે સંપૂર્ણ માહિતી

ચૂંટણી બોન્ડ અંગેની તમામ માહિતી શેર કરવા માટે સુપ્રીમ કોર્ટે 21 માર્ચ સાંજ સુધીનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી દરેક જાણકારી 21 માર્ચ સુધી આપે. નવા આદેશમાં એ યુનિક બોન્ડનંબર્સના ખુલાસાનો પણ આદેશ આપ્યો, જેના દ્વારા બોન્ડ ખરીદનાર અને ફંડ મેળવનાર રાજનૈતિક પાર્ટીની લિંક જાણી શકાય છે. એસબીઆઈને આની માહિતી તો આપવી પડશે પરંતુ તેની સાથે સાથે એફિડેવિટ પણ કરવી પડશે જેમાં એસબીઆઈએ સ્વીકારવું પડશે કે કોઈ માહિતી છુપાવી નથી. ત્યારે જોવું રહ્યું કે 21 માર્ચે ચૂંટણી બોન્ડને લઈ શું નવા અપડેટ સામે  આવે છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .