તંત્રએ પાણી પહેલા બાંધી પાળ! અટલ બ્રિજ પર તૂટેલા ગ્લાસને હટાવીને લગાવાઈ લોખંડની ગ્રીલ! ફિક્કી પડી બ્રિજની શાન!


  • Published By :
  • Published Date : 2023-04-26 11:48:28

અમદાવાદમાં અનેક બ્રિજો આવેલા છે. પરંતુ અનેક બ્રિજો એવા હોય છે જે સતત ચર્ચામાં રહે છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી રિવરફ્રન્ટ પર આવેલો અટલ બ્રિજ હોય. થોડા સમય પહેલા અટલ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, આ બ્રિજને અમદાવાદની શાન માનવામાં આવતી હતી. લોકો બ્રિજ પરથી નદીની મજા માણી શકે તે માટે કાચ લગાવવામાં આવ્યા હતા. અનેક લોકો કાચને જોવા આવતા હતા. ત્યારે હવે બ્રિજ પરથી નદીની મજા નહીં માણી શકાય કારણ કે એએમસીએ ક્રેક થયેલા ગ્લાસને હટાવીને તેની આસપાસ ગ્રીલ લગાવી દીધી છે. 


કાચની આસપાસ લગાવવામાં આવી ગ્રીલ!

અટલ બ્રિજ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. અટલ બ્રિજ પર લોકોનો ઘસારો જોવા મળતો હતો ત્યારે થોડા સમય પહેલા અટલ બ્રિજ પર લગાવામાં આવેલા કાચ પર તિરાડ દેખાઈ હતી. લોકો આ કાચ પર ઉભા રહી નદીની મજા માણી શકતા હતા. પરંતુ કાચ પર તિરાડ દેખાતા કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા કામ કરાયું છે. અટલ બ્રિજને અમદાવાદની શાન માનવામાં આવે છે. પરંતુ હવે શાન ફિકી પડશે કારણ કે અટલ બ્રિજ પર લગાવવામાં આવેલા કાચમાં થોડા સમય પહેલા તિરાડ દેખાઈ હતી. જે બાદ  એએમસીએ ક્રેક થયેલા ગ્લાસને બદલીને તેની આસપાસ ગ્રીલ લગાડી દીધી છે. 

Atal Bridge: લોકાર્પણના સાત જ મહિનામાં અટલ બ્રિજ ઉપર લગાવેલા કાચમાં તિરાડ,  નવો કાચ લગાવાશે- Within seven months of the Atal Bridge's opening crack in  the glass will be replaced with new

કાચ ઉપર દેખાઈ હતી તિરાડ!

અટલ બ્રિજ બને હજી એક વર્ષ પણ પૂર્ણ નથી થયું તે પહેલા જ બ્રિજ પર લગાવવામાં આવેલા કાચ પર તિરાડ દેખાઈ હતી. એક વર્ષની અંદર જ કાચ તૂટી જતા બ્રિજની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. જ્યારે તિરાડ દેખાઈ હતી ત્યારે તંત્ર દ્વારા બેરિકેટ લગાવવામાં આવ્યા હતા. તે બાદ ગ્રીલ લગાવી દેવામાં આવી હતી. 


રાજ્યમાં આવેલા બ્રિજની કરાશે ચકાસણી! 

ત્યારે કરોડોના ખર્ચે બનાવામાં આવેલો બ્રિજ એક વર્ષ પણ નથી ટકતો તો કરોડો રૂપિયા ખર્ચવાનો મતલબ શું? બ્રિજનું જે આકર્ષણ હોય છે તે જ જો નહીં હોય તો બ્રિજની શાન ફિક્કી પડી જશે. ત્યારે રાજ્યમાં આવેલા તમામ બ્રિજની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. અંદાજીત 8 હજાર જેટલા બ્રિજ અંગે ગુણવત્તાની તપાસ થશે.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે