ગરબા જોવા ગયેલી વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર્યો માર! તાલાલાની આ પ્રાથમિક શાળામાં બનેલો કિસ્સો તમને હચમચાવી દેશે, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-21 14:02:42

નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. મા આદ્યશક્તિની આરાધના આ દિવસો દરમિયાન કરવામાં આવતી હોય છે. ગરબાનું આયોજન અનેક જગ્યાઓ પર કરવામાં આવતું હોય છે ત્યારે ગરબા જોવા કેમ વિદ્યાર્થિનીઓ ગઈ તે કહીને એક શિક્ષકે 17 વિદ્યાર્થિનીઓને માર માર્યો હોય તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગામથી સામે આવ્યો છે. જે કિસ્સો સામે આવ્યો છે તે તાલાલા તાલુકાના ધાવા ગામનો છે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર માર્યો છે. વિદ્યાર્થિનીઓના માતા પિતાએ આ અંગેની ફરિયાદ તાલુકા શિક્ષણ અધિકારીને કરી હતી. આ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ છે.  

17 વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર્યો માર 

આપણે ત્યાં શિક્ષકોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. શિક્ષકનું સ્થાન માતા પિતા જેટલું ઉચું હોય છે. અનેક કલાકો સુધી બાળકો શાળામાં રહે છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. શાળામાં આપવામાં આવતી શિક્ષા બાળક સાથે જીવન ભર રહે છે. ત્યારે ગીર સોમનાથથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે 17 વિદ્યાર્થિનીઓને ઢોર માર માર્યો છે. ધાવા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી 17 વિદ્યાર્થિનીઓને તેના શિક્ષકે માર માર્યો છે કારણ કે તેઓ કહ્યા વગર ગરબી જોવા ગયા હતા. વિદ્યાર્થિનીઓએ ગરબા જોવા માટે એક કલાક વહેલા જવાની પરમિશન શિક્ષક પાસે માગી હતી. એક શિક્ષકે તેમને રજા પણ આપી દીધી હતી. પરંતુ બીજા એક શિક્ષકે કંઈ જાણ્યા વગર તેમને માર માર્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.     



શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ 

વિદ્યાર્થીઓએ માર માર્યા હોવાની વાત પોતાના માતા પિતાને કરી. આ ઘટનાની જાણ વાલીઓએ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં કરી હતી. આ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માગ કરવામાં આવી છે. આ અંગે વાલીઓએ પ્રિન્સિપલને પણ જાણકારી આપી હતી. જ્યારે પ્રિન્સિપલને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ વાતને ટાળતા રહ્યા. અનેક વખત પૂછવામાં આવ્યું ત્યારે છેલ્લે તેમણે સ્વીકાર્યું કે શિક્ષકે વિદ્યાર્થિનીઓને માર માર્યો છે. એવી જાણકારી મળી કે શાળાના અજિત સોલંકી દ્વારા વિદ્યાર્થિનીઓને માર મરાયો છે. મહત્વનું છે કે શિક્ષકને આવી રીતે મારવાનો હક કોણે આપ્યો તે એક પ્રશ્ન છે.  



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.