મહેસાણામાં જોવા મળ્યો રખડતા ઢોરનો આતંક, યુવક બન્યો વિફરેલી ગાયનો શિકાર, આ રીતે માંડ માંડ બચ્યો યુવકનો જીવ


  • Published By :
  • Published Date : 2023-09-04 15:45:45

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. રખડતાં પશુના આતંકથી લોકોને છુટકારો મળે તે માટે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે અનેક વખત આ મામલે તંત્રની ઝાટકણી કાઢી છે, અનેક વખત ઢોર પકડવાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ અંતે પરિસ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી. રસ્તા પર લોકોને રખડતા પશુના આતંકનો સામનો કરવો પડે છે. ત્યારે મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગાયે અનેક લોકોને અડફેટે લીધા હતા.પહેલા તો ગાયે યુવકને દોડાવ્યો અને પછી યુવકને ચિંગડે ચડાવ્યા. આ ઘટનામાં ચાર જેટલા યુવકોને ઈજા પહોંચી છે જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. 


મહેસાણામાં લોકો બન્યા રખડતા પશુના હુમલાનો શિકાર 

રસ્તા પર લોકોને પડતી મુશ્કેલીનો અંત ખબર નહીં ક્યારે આવશે? એક તરફ ખરાબ રોડને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓની તેમજ વાહનચાલકોની મુશ્કેલી વધતી હોય છે. રસ્તા પર શાંત લાગતા રખડતા પશુ ગમે ત્યારે હિંસક બની જાય છે અને હુમલો કરી દેતા હોય છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પશુના હુમલાનો ભોગ માણસે બનવું પડતું હોય છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે તો કોઈ દુનિયાને અલવિદા કહી દે છે. ત્યારે મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા પશુએ અનેક લોકો પર હુમલો કર્યો છે. શહેરના શોભાસણ રોડ પર આવેલા સાહિલ ટાઉનશીપ નજીક આ બનાવ બન્યો છે અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. 



યુવકે બચવાના તમામ પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ ગયો 

સીસીટીવીમાં જોવા મળે છે કે એક યુવક પાછળ પડેલી ગાયથી જીવ બચાવવા ભાગી રહ્યો છે. પરંતુ જાણે કે ગાય તેનો પીછો છોડવા તૈયાર નથી. જેટલી સ્પીડથી યુવક ભાગી શકે તેટલી સ્પીડમાં તે ભાગી રહ્યો છે પરંતુ તો પણ ગાય તેની પાછળ પડેલી છે. ભાગતો ભાગતો યુવક ખુલ્લા ચોકમાં પહોંચે જ્યાં પાછળથી ગાય આવીને શિંગડુ મારે છે. અનેક મિનીટો સુધી ગાય તેને મારતી રહે છે. 



આ રીતે યુવકનો બચ્યો જીવ 

યુવકને બચાવવા માટે ત્યાં હાજર લોકો આગળ આવ્યા અને લાકડીઓ લઈ ગાયને ખસેડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગાયે યુવકને છોડ્યો નહીં. ગાયને જે લોકો તેને ભગાડી રહ્યા હતા તેમની પાછળ દોડવા લાગી. આ સમય દરમિયાન યુવક ત્યાંથી ઉઠી ગયો. એવું લાગતું હતું કે યુવકનો જીવ બચી ગયો પરંતુ ના, ગાયે પાછો તેનો પીછો કર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો. આ ઘટનામાં યુવકનો જીવ બચી શક્યો ન હોત જો વચ્ચે રિક્ષા ચાલક આવ્યો ન હોત. રિક્ષા ચાલકે રિક્ષા નજીક લઈ આવી અને તેને રિક્ષામાં બેસાડી દીધો. પરંતુ રિક્ષા પર પણ ગાયે હુમલો કર્યો. રિક્ષાને પછી ચાલકે સ્પીડમાં ભગાડી જેને કારણે યુવકનો અને રિક્ષા ચાલકનો જીવ બચ્યો. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.     


ગુજરાત હાઈકોર્ટે અનેક વખત કાઢી છે ઝાટકણી 

મહત્વનું છે કે રખડતા પશુઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા પશુને પકડવા માટે અમદાવાદમાં ઝુંબેશ ચાલી રહી છે. કડક નિયમોનું પાલન કરવા પશુપાલકોને આદેશ આપ્યા છે. વધતા રખડતા પશુના ત્રાસને લઈ ગુજરાત હાઈકોર્ટે પણ સરકારની અનેક વખત ઝાટકણી કાઢી છે. કડક પગલા લેવા માટે આદેશ આપ્યો છે. ત્યારે રખડતા પશુથી લોકોને છુટકારો મળે છે કે કેમ તે તો સમય જ બતાવશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.