Rajkotમાં જોવા મળ્યો રખડતા ઢોરનો આતંક, અડફેટે આવતા વૃદ્ધાનું થયું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-10-21 18:55:55

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. રખડતાં પશુના આતંકથી લોકોને છુટકારો મળે તે માટે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે અનેક વખત આ મામલે તંત્રની ઝાટકણી કાઢી છે, અનેક વખત ઢોર પકડવાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ અંતે પરિસ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી. રસ્તા પર લોકોને રખડતા પશુના આતંકનો સામનો કરવો પડે છે. ત્યારે રાજકોટમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. ગાયની અડફેટે આવી જતા એક વૃદ્ધાનું મોત થઈ ગયું છે. 

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

એક તરફ ખરાબ રસ્તાઓ અને બીજી તરફ રખડતા ઢોરનો ત્રાસ 

રસ્તા પર લોકોને પડતી મુશ્કેલીનો અંત ખબર નહીં ક્યારે આવશે? એક તરફ ખરાબ રોડને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓની તેમજ વાહનચાલકોની મુશ્કેલી વધતી હોય છે. રસ્તા પર શાંત લાગતા રખડતા પશુ ગમે ત્યારે હિંસક બની જાય છે અને હુમલો કરી દેતા હોય છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પશુના હુમલાનો ભોગ માણસે બનવું પડતું હોય છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે તો કોઈ દુનિયાને અલવિદા કહી દે છે. 

રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા સરકારે આ ઉપાય શોધ્યો, મોરબીથી કરી શરૂઆત, હવે મોટા  શહેરોમાં થશે અમલ - Gujarat Tak

Gujarat News,રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત, જામનગરમાં અડફેટે લેતા  યુવકનું મોત - jamnagar news cattle terror increased youth dies after being  run over by stray cattle - Iam Gujarat

દાદી બન્યા રખડતા ઢોરના હુમલાનો શિકાર!

ત્યારે રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા પશુએ એક દાદી માંને અડફેટે લીધા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર કોઠારીયા ગામના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સમાં રહેતા ગોદાવરીબેન સવારે શિવાલય દર્શન કરવા ગયા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રખડતા ઢોરે તેમના પર હુમલો કર્યો હતો. મહત્વનું છે થોડા દિવસ પહેલા રાજકોટથી આવો કિસ્સો સામે આવ્યો હતો. પ્રશ્ન એ થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકો આવા હુમલાનો ભોગ બનતા રહેશે?



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.