ફરી એક વખત વધ્યો Corona Virusનો ખતરો! રવિવારે નોંધાયા આટલા કેસ અને થયા આટલા લોકોના મોત, જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-12-18 10:41:21

2019માં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં પણ લાખો કોરોના સંક્રમિત થયા છે અને હજારો લોકોના મોત થયા છે. ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થયો છે. રવિવારે કોરોનાના 335 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1701 પર પહોંચ્યો છે. પાંચ લોકોના મોત થયા છે જેમાં કેરળમાં ચાર લોકોના મોત થયા છે. અને એક ઉત્તરપ્રદેશના વ્યક્તિનું મોત કોરોનાને કારણે થયું છે. કોવિડનો વેરિયન્ટ જેએન-1 નોંધાયો છે.   


દેશમાં કોરોના ફરી કરી રહ્યો છે પગપેસારો

કોરોના.... એક સમય હતો જ્યારે આ શબ્દ સાંભળતા જ લોકોમાં ડર વ્યાપી ઉઠતો. કોરોના મહામારીમાં અનેક પરિવારો વિખેરાયા છે. આપણામાંથી પણ અનેક લોકો હશે જેમણે કોરોનાને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા. પ્રતિદિન કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા તે અંગેની માહિતી આપવામાં આવતી હતી. ધીરે ધીરે કોરોના વાયરસની અસર ઓછી થતી ગઈ પરંતુ ફરી એક વખત કોરોના જાણે પગ પૈસારો કરી રહ્યો હોય તેવું લાગે છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાના 335 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કેસનો આંકડો 1701 થઈ ગયો છે. 


દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ         

2019માં એક ખતરનાક વાયરસ આવ્યો જેણે લોકોના જીવને જોખમમાં મૂકી દીધો. ન માત્ર ભારતના લોકો પરંતુ વિશ્વભરના લોકો આ વાયરસથી સંક્રમિત થયા અને અનેક લોકો મોતને ભેટ્યા. કોરોનાથી લોકો સુરક્ષિત રહે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું. કોઈને એ સમય વેકેશન જેવો લાગતો હતો તો કોઈ માટે એ સમય કપરો હતો. આજે કોરોનાના સમયની વાત નથી કરવી પરંતુ કોરોના કેસોની વાત કરવી છે. રવિવારે કોરોનાના 335 કેસ નોંધાયા છે. પાંચ લોકોના મોત કોરોનાને કારણે થયા છે.

સુરત: દવાની કંપનીના માલિકનું શંકાસ્પદ મોત, પોસ્ટ મોર્ટમમાં પણ ખુલાસો નહીં  થયો, સેમ્પલ લીધા – Gujaratmitra Daily Newspaper


જો શરદી ઉધરસ હોય તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરો   

આ સમાચાર વાંચ્યા બાદ અનેક લોકો કહેશે કે સમાચાર વાળા ડરાવવાનું કામ કરી રહ્યા છે. અમે ડરાવવાનું કામ નથી કરી રહ્યા પરંતુ એ જણાવવાનો પ્રચત્ન કરી રહ્યા છીએ કે કોરોના એકદમ જતો રહ્યો છે એવું નથી. એમ પણ હમણાં શિયાળાની સિઝન ચાલે છે. આ સમય દરમિયાન અનેકને ખાંસી, ઉધરસ આવતી હોય છે. કોરોનામાં પણ આવા જ લક્ષ્ણો હતા. જો થોડા દિવસોમાં ખાંસી કે ઉધરસ ન જાય તો ડોક્ટર પાસે જવું જોઈએ. શિયાળાની શરૂઆત સાથે જ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.   

World Health Organization (WHO)

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી ચેવતણી!    

ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. વધતા કોરોનાના કેસને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ઘણા દેશોમાં કોરોનાના વધી રહેલા કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાએ તમામ અસરગ્રસ્ત દેશોને નજીકથી દેખરેખ રાખવા અને પરીક્ષણ ચાલુ રાખવા વિનંતી કરી છે. જેમણે કોરોનાના કેસ વધવા પાછળના કારણો સમજાવ્યા અને સાવચેતી રાખવાની પણ વાત કરી. મહત્વનું છે કે કોરોનાના વધતા કેસને જોતા એલર્ટ રહેવા સલાહ આપી છે.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.