Gujaratના યુવાનો પર વધ્યો Heart Attackનો ખતરો! છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ હાર્ટ એટેકને કારણે લીધા અંતિમ શ્વાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-23 16:30:12

હાર્ટ એટેક... હાર્ટ એટેક.... હાર્ટ એટેક.... આજકાલ આ શબ્દ ઘણો સાંભળવા મળી રહ્યો છે જે ચિંતા વધારી દે તેવો છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. અનેક યુવાનો હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા છે. રોજ અનેકો વ્યક્તિઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અંદાજીત 17 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે. દ્વારકા- વડોદરાથી બે લોકોના મોત થયા હોય તેવી માહિતી સામે આવી છે જ્યારે કપડવંજમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. તે ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓથી આવા કિસ્સાઓ સતત આવી રહ્યા છે. 

ફરી એક વખત હૃદય હુમલાને કારણે થયા આટલા લોકોના મોત

ગુજરાતના યુવાનોને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સો પ્રતિદિન સામે આવતા હોય છે. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન ગરબાના તાલ પર યુવાનો ઝૂમતા હોય છે. ત્યારે માહિતી અનુસાર માત્ર બે દિવસની અંદર 17 જેટલા લોકોના મોત થયા છે. માત્ર એક દિવસમાં 10 જેટલા લોકોના મોત હૃદય બંધ થવાને કારણે થયા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. આ 16 લોકોમાંથી 4 યુવકો કે જેના મોત ગરબા રમતા રમતા જ નીપજ્યા હતા. ઉપરાંત  ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાંજે 6 થી રાત્રે 2 દરમિયાન હૃદયને લગતી ઈમરજન્સીના 84 કેસ નોંધાઇ રહ્યા હતા.   


કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા

મહત્વનું છે કે અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો જાણે હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે હાર્ટ એટેકે આટલા લોકોના જીવ લીધા, આજે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ એક જ દિવસે 7 લોકોના મોત થયા હતા. ત્યારે આજે દ્વારકાના ખંભાળિયામાં 35 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું  છે. ગરબા જોઈને પરત ફરી રહ્યા હતા તે વખતે ચક્કર આવવાની ફરિયાદ કરી. 



સારવાર બાદ બીજા દિવસે ઘરે આવ્યો અને હાર્ટ એટેકનો તે શિકાર બન્યો. તે સિવાય સાબરકાંઠામાં પણ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 42 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે. રાતના સમયે તેને છાતીમાં દુખાવો થયો અને તે ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. તે ઉપરાંત ગીર સોમનાથમાં બે લોકોના મોત થયા છે. એક મહિલાનું અને એક પુરૂષનું મોત થયું છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન હૃદયને લગતા ઈમરજન્સી કેસો પણ વધ્યા છે. 




પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..

ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..