ધૂળેટીના દિવસે Ujjain Mahakal Mandirમાં બની આગ લાગવાની દુર્ઘટના, અનેક લોકો દાઝ્યા, આ નાની ભૂલને કારણે સર્જાઈ મોટી દુર્ઘટના...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-25 11:12:57

મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવતી હોય છે જે દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પૂજારીઓ હાજર રહેતા હોય છે.  ત્યારે આજે ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં મોટી દુર્ઘટના બની છે. ભસ્મ આરતી દરમિયાન આગ લાગી છે અને આ ઘટનામાં 13 જેટલા લોકો દાઝી ગયા છે. આરતી વખતે ગુલાલ ઉડાવવામાં આવ્યું જેને કારણે આ ઘટના બની. મળતી માહિતી અનુસાર પૂજારી ગર્ભગૃહમાં આરતી કરી રહ્યા હતા તે વખતે પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું જેને કારણે આ ઘટના બની છે.

ભસ્મ આરતી દરમિયાન પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું અને... 

કોઈ પણ તહેવાર હોય ત્યારે શ્રદ્ધાળુઓ મંદિરમાં તહેવારની ઉજવણીના ભાગ રૂપે ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરમાં જતા હોય છે. અનેક મંદિરો એવા હોય છે જ્યાં સામાન્ય દિવસો દરમિયાન પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આવું જ  એક મંદિર છે ઉજ્જૈનમાં આવેલું મહાકાલ મંદિર. શિવજીના મંદિરમાં નિત્ય ભસ્મ આરતી થતી હોય છે અને આ આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે ધૂળેટી પર્વ નિમિત્તે મંદિરમાં ભસ્મ આરતી કરવા અનેક ભક્તો ગર્ભગૃહમાં હાજર હતા. ત્યારે આજે ભસ્મ આરતી દરમિયાન એક  મોટી દુર્ઘટના બની છે અને અનેક લોકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે જેમાંથી અનેક લોકોની હાલત ગંભીર છે. 


આગ લાગવાને કારણે 13 લોકો દાઝ્યા

મળતી માહિતી અનુસાર પૂજારી આરતી કરી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું અને તે ગુલાલ આગના સંપર્કમાં આવી ગયું અને આ ઘટના બની છે. અનુમાન પ્રમાણે ગુલાલમાં રહેલા કેમિકલને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. મંદિરમાં આગ પર કાબુ મેળવવા માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થાને કારણે આગ વધારે ભયંકર બને તેની પહેલા તેની પર કાબુ મેળવી લેવામાં આવ્યો. આ ઘટનાને કારણે પૂજારી સહિત 13 જેટલા લોકો દાઝી ગયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કોઈ વખત આવી નાની ભૂલ ગંભીર પરિણામ લાવી શકે છે અને અનેક લોકોને તે પરિણામ ભોગવવું પડે છે.           
લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.