કેન્દ્રીય મંત્રી કરી રહ્યા છે ગુજરાતમાં ભાજપનો પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 19:27:04

વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. અનેક રાજકીય પાર્ટી ગુજરાત આવી પ્રચારમાં વ્યસ્ત બનયા છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓની ટીમને ઉતારી છે. 15 દિવસ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં પ્રવાસ અર્થે આવવાના છે. ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ભાવનગર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી. 

Kiren Rijiju: Need to resume sports in a couple of months - Sportstar

આપ પર કિરણ રિજ્જુએ કર્યા પ્રહાર

પોતાના પ્રચાર દરમિયાન પાર્ટી બીજી રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કરતા હોય છે. ભાજપ વિરૂદ્ધ  આપ પ્રહાર કરે અને આપ વિરૂદ્ધ ભાજપ પ્રહાર કરે તે હવે સામાન્ય બની ગયું છે. પોતાના સંબોધન દરમિયાન કિરણ રિજ્જુએ આપ પર પ્રહાર કર્યા હતા.  

PM's 'revadi' remarks: AAP hits streets in protest | Cities News,The Indian  Express

અરવિંદ કેજરીવાલ પર પણ સાધ્યું નિશાન 

આપ અને અરવિંદ કેજરીવાલે પર પ્રહાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ દેશ અને સમાજને તોડવા મોટે કંઈકને કાંઈક વિવાદિત નિવેદન આપતા રહે છે. પરંતુ ગુજરાતના લોકો સમજદાર છે એટલે કેજરીવાલને અહીંયા આવવા નહીં દઈએ.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે