Corona Caseમાં થયેલો ઉછાળો ચિંતાજનક, ફરી Ahmedabadથી સામે આવ્યા આટલા કોરોના કેસ, આ વિસ્તાર વાળા સાચવજો!


  • Published By :
  • Published Date : 2024-01-06 18:24:35

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ફરી એક વખત લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને કારણે લોકોની ચિંતા વધી છે. દેશમાં કોરોના માથું ઉચકી રહ્યું છે તો ગુજરાતમાં પણ કોરોનાના પ્રતિદિન કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે જેમાં પાંચ મહિલાઓનો તેમજ 4 પુરૂષોનો સમાવેશ થાય છે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી 5 લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ સાથે  અમદાવાદમાં જ માત્ર કોરોનાના 59 એક્ટિવ કેસ થઈ ગયા છે.2 લોકો હોસ્પિટલમાં છે જ્યારે 57 લોકો આઈસોલેશન હેઠળ છે. 

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

દેશમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ  

થોડા વર્ષોથી કોરોના શબ્દ સાંભળવો સામાન્ય બની ગયો છે. એક સમય હતો જ્યારે દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો હજારોમાં નોંધાતો હતો. મૃત્યુઆંક પણ સતત વધતો હતો. પરંતુ ધીમે ધીમે લોકો કોરોના સાથે રહેવા માટે ટેવાઈ ગયા હોય તેવું લાગતું. સમય જતા લોકોમાંથી કોરોનાનો ડર ઓછો થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ આવી. લોકો એકદમ બિન્દાસ થઈ ગયા પરંતુ કોરોના ફરી એક વખત દેશભરમાં માથું ઉચકી રહ્યું છે. કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે.


બહારથી આવેલા લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત 

અમદાવાદમાં પણ કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના નોંધાયેલા કેસની વાત કરીએ તો પાંચ મહિલાઓ તેમજ 4 પુરૂષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ નવ વ્યક્તિઓ જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 9માં પાંચ કોરોના સંક્રમિતો એવા છે જે બહાર ફરીને આવ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. 

Dilli waale gaadi mei apna jaam leke chalte hain,' netizens react to traffic  congestion in Himachal Pradesh's Ma | Mint

નાતાલના વેકેશન વખતે લોકો ગયા હતા બહારગામ ફરવા 

અમદાવાદમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો નવરંગપૂરા, થલતેજ, બોડકદેવ, જોધપુરથી સામે આવ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59 આસપાસ એક્ટિવ કેસની સંખ્યા પહોંચી ગઈ છે. 59 દર્દીઓ પૈકી 2 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે 57 દર્દીઓ આઈસોલેશન હેઠળ છે. મહત્વનું છે કે અમદાવાદમાં કોરોના કેસે રફતાર પકડી છે. એક સમય હતો જ્યારે ઓછા કેસો નોંધાતા હતા પરંતુ હવે પ્રતિદિન કોરોના કેસ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે નાતાલની રજાઓ વખતે અનેક લોકો બહારગામ હતા જેને કારણે આગામી દિવસોમાં આ કેસમાં ફરી એક વખત વધારો નોંધાઈ શકે છે. હિલ સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.ગાડીઓની લાંબી લાઈન જોવા મળી હતી. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેને જોતા લોકો અનુમાન લગાવતા હતા કે આવનાર દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળે તો નવાઈ નહી.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.