વરસાદને લઈ હવામાન વિભાગે બદલી આગાહી! India-Pak મેચ દરમિયાન વરસાદની સંભાવના, પરંતુ નવરાત્રીમાં તો વરસાદ આવશે જ!


  • Published By :
  • Published Date : 2023-10-13 15:04:02

આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત તેમજ પાકિસ્તાનની મેચ યોજાવાની છે. તે બાદ 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. પરંતુ આ વખતની નવરાત્રીમાં વરસાદ વિધ્ન નાખશે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી  છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવશે. એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગરબાની મજામાં ભંગ પડી શકે છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીએ ક્રિકેટ રસીયાઓ તેમજ ખેલૈયાઓની ચિંતા વધારી છે. 

Photos - Narendra Modi Stadium

રાજ્યમાં વરસાદી માહોલ હજુ યથાવત્, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ  | Gujarat Heavy Rain sourth gujarat and saurasthtra

વર્લ્ડ કપ દરમિયાન પણ વરસી શકે છે વરસાદ 

ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. આ અંગેની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી તો અંબાલાલ કાકાએ ઘણા સમય પહેલા કરી દીધી હતી. પરંતુ હવે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ થશે તે વાત હવામાન વિભાગે કરી છે. પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે મેચના દિવસે વરસાદ નહીં આવે પરંતુ આ આગાહી ચેન્જ થઈ ગઈ છે. મેચ દરમિયાન પણ વરસાદ આવશે તેવી વાત કરવામાં આવી છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવશે.   


Navratri garba HD wallpapers | Pxfuel

Pin by Lovely on garba | Navratri garba, Navratri festival, Indian wedding  photography couples

અમદાવાદમાં થઈ શકે છે કમોસમી વરસાદ

રાજ્યમાં હાલ વાતાવરણ સૂકૂ છે પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની પધરામણી થશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી  છે. 14થી 17 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ તારીખો દરમિયાન અમદાવાદ, આણંદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 15થી 17 તારીખો વરસાદની સંભાવના છે. 


16 ઓક્ટોબર સુધી ગુજરાતમાં જામી શકે છે વરસાદી માહોલ 

હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી  છે. આગાહી મુજબ 14થી 16 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામી શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. વરસાદની આગાહીની વાત થઈ રહી છે ત્યારે અમરેલીમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી ઝાપટા વરસી શકે છે. 16 ઓક્ટોબર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ક્યાં સુધી માવઠાનો માર સહન કરવો પડશે? - ambalal  patel weather prediction for march april and may News18 Gujarati


ચક્રવાત સક્રિય થશે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવશે 

ઉપરાંત ચક્રવાતને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત બનશે જે બિપોરજોય જેવું શક્તિશાળી બનશે અને તે આગળ વધતું જોવા મળશે. જેના કારણે 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે અને તેની અસર ગુજરાતના લગભગ તમામ સ્થાનો પર જોવા મળી શકે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.