Kadi: મહિલાનો તડપી તડપીને જીવ ગયો પણ બચાવવા ડૉક્ટર ન પહોંચ્યા !


  • Published By :
  • Published Date : 2023-09-26 22:17:28

આમ તો ડોકટર કોઈને જીવ બચાવે. પણ કડીમાં એક ડોકટરે એક મહિલા અને એક નવજાત નો જીવ લઈ લીધો.. ડોકટર ની ભૂલ ને કારણે એક પતિએ પત્ની તો બે માસૂમ બાળકોએ માતા ગુમાવી..ડોકટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી..કાયદો કાયદા નું કામ કરશે.પણ જે ડોકટર પાસે જિંદગી બચાવવા ગયા એ ડોકટર એ જ મોત આપી દેવાની આ ઘટના તબીબી આલમ માટે પણ ચર્ચા નો વિષય બની ગઈ


કડી ના નાની કડી વિસ્તારમાં રહેતા વિકાસ ગંભીર નો પરિવારની ખુશી એક ડોકટર ના કારણે છીનવાઈ ગઈ..વિકાસ ગંભીર ની પત્ની તો બે માસૂમ બાળકોની માતા એક ડોકટર ની ભૂલ ને કારણે મોતને ભેટી..એક વર્ષ સુધી વિકાસ ગંભીર  ન્યાય માટે ભટકતા રહ્યા.. આખરે સવા વર્ષ પછી પોલીસે આ પરિવાર ની ફરિયાદ લીધી..હવે સવાલ થશે કે એક પરિવાર ની ખુશી ડોકટર એ કેવી રીતે છીનવી લીધી?કારણ કે ડોકટર તો જિંદગી બચાવે..પણ કડી ના ડોકટર હર્ષિલ પટેલ અને આર્યુવેદીક ડોકટર ઇશરતબેન ઇકબાલભાઇ ની ભૂલ ને કારણે એક સગર્ભા મહિલા સાથે એક નવજાત પણ મોતને ભેટયું..આ ઘટના 26 જૂન 2022 ના રોજ ઘટી..પણ કમનસીબી કહો કે પછી કાયદાની મર્યાદા કહો.પણ પત્ની અને બાળક ના મોત બાદ એક લાચાર પતિએ ફરિયાદ નોંધાવવા સવા વર્ષ ભટકવુ પડ્યું..પોલીસ કહ્યું કે જ્યાં સુધી પેનલ ડોકટર નો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ફરિયાદ ન થાય.. પણ પોતાની પત્ની ને કોઈપણ ભોગે ન્યાય અપાવવાની સોગંધ લેનાર પતિ છેક મેડિકલ કાઉન્સિલ સુધી ગયો..મેડિકલ કાઉન્સિલ એ તમામ પુરાવા ચેક કર્યા.અને ગાયનોકલોજીસ્ટ હર્ષિલ પટેલ નું લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું..તો મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે ડો.હર્ષિલ પટેલ નું સોનોગ્રાફી રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દીધું.. મેડિકલ કાઉન્સિલ ના અભિપ્રાય ને પગલે ગત તારીખ 26 જૂન 2022 ના રોજ ઘટેલી ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી




મૃતકના પતિને મજબુર કરાયા !

મૂળ યુપીના વિકાસ ગંભીર કડી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.વિકાસ ગંભીર  પત્ની લક્ષ્મી અને બે બાળકો સાથે નાની કડી ખાતે વસવાટ કરે છે.વર્ષ 2022 માં વિકાસ ગંભીર ની પત્ની લક્ષ્મી ત્રીજી વખત સગર્ભા થતા તેમણે ગાયનેકોલોજીસ્ટ ડો.હર્ષિલ પટેલ ની સારવાર શરૂ કરાવી હતી.ડો.હર્ષિલ પટેલે લક્ષ્મીબેન ને અગાઉ બે બાળકો સર્જરી થી થયેલ હોવાથી સર્જરી ની સલાહ આપી હતી. અને ડિલિવરી ની 27 જૂન 2022 તારીખ આપી હતી. પરંતુ સગર્ભા લક્ષ્મીબેન ને ગત તારીખ 22 જૂન 2022 ના રોજ પ્રસુતિ ની પીડા ઉપડતા ડો.હર્ષિલ પટેલ ની પારુલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં ડોકટર હર્ષિલ પટેલ હાજર ન હતા.તે વખતે  હોસ્પિટલમાં આર્યુવેદીક તબીબ ડો.ઇશરત અને નર્સ ખુશી હાજર હતા.વિકાસ ગંભીરે પત્ની ને અગાઉ સર્જરી થયેલ હોવાથી ડોકટર ને તાત્કાલિક બોલાવવા વિનંતી કરી.આમ છતાં ડોકટર ને બોલાવવાને બદલે લક્ષ્મીબેન ને તડપતી હાલતમાં છોડી દીધા હતા.જેમાં નોર્મલ ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ જતા વિકાસ ગંભીર પાસે લખાણ ઉપર સહી કરાવી લીધી હતી.

મૃતકના પતિ વિકાસ ભાઈ 

આ દરમિયાન બાળક નું ગર્ભમાં જ શ્વાસ રૂંધાઇ જવાથી મોત થઈ ગયું.અને ત્યારબાદ આર્યુવૈદિક ડોકટર ઇસરતે મૃત બાળકની નોર્મલ ડિલિવરી કરાવી. આ કારણે સગર્ભા મહિલા લક્ષ્મીબેન ની ગર્ભાશય ની કોથળી ફાટી ગઈ અને તેમની હાલત ગંભીર બનતા અન્ય હોસ્પિટલમાં ખસેડી દિધા.આ બાદ લક્ષ્મીબેન નું મોત નીપજ્યું..આ ઘટના બાદ પતિ ન્યાય મેળવવા દર દર ભટકતો રહ્યો..પણ આ કારણે બે માસૂમ બાળકો નોંધારા બની ગયા



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.