દેશના આટલા રાજ્યોમાં વસતી કરતા મોબાઈલ યુઝર્સ વધારે છે! TRAIએ બહાર પાડ્યો રિપોર્ટ, ગુજરાત આ ક્રમે આવ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-22 15:05:53

આજના યુગને ડિજિટલનો યુગ કહેવામાં આવે છે. બધુ ડિજિટલ થઈ ગયું છે. શોપિંગ ડિઝિટલ, પેમેન્ટ ડિજિટલ વગેરે વગેરે... કોરોના પછી તો ભણતર પણ ડિઝિટલ બની ગયું છે. ઓનલાઈન ક્લાસીસ થઈ ગયા છે, Work from home જેવી વાતો આપણે સાંભળી રહ્યા છીએ. હવે સમય એવો આવ્યો છે જેમાં નાના બાળકો પણ મોબાઈલના શોખીન થઈ ગયા છે. બાળકોને પણ મોબાઈલની લત લાગી ગઈ છે. નાના બાળકો મોબાઈલ વગર ખાવાનું નથી ખાતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. 


દેશના 6 રાજ્યો એવા છે જ્યાં વસતી કરતા વધારે મોબાઈલ છે!

મોબાઈલ વગર આપણું જીવન અધૂરૂ ગણાય તેવું લાગે છે. ત્યારે તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈનો રિપોર્ટ આવ્યો છે જેમાં તે તારણ દર્શાવવામાં આવ્યું છે તે ચોંકાવનારું છે. દેશના 6 રાજ્યો એવા છે જ્યાં વસતી કરતા મોબાઈલ વધારે છે. આ વાક્ય વાંચીને નવાઈ લાગી હશેને પરંતુ આ વાત રિપોર્ટમાં જણાવવામાં આવી છે. ગુજરાતનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે પરંતુ તે આઠમા ક્રમ પર છે, જ્યારે દિલ્હીમાં વસતી પ્રમાણે અઢી ગણા મોબાઈલ વધારે છે. આ ક્રમમાં આંધ્ર પ્રદેશ, કેરળ, હિમાચલ પ્રદેશ, પંજાબ,તમિલનાડુ, કર્ણાટક તેમજ ગુજરાતનો સમાવેશ થાય છે.


આ લિસ્ટમાં ગુજરાત છે આ ક્રમે

રિપોર્ટમાં આવેલા તારણોની વાત કરીએ તો દિલ્હીમાં 2.13 કરોડની વસ્તી છે જ્યારે મોબાઈલ ફોનના યુઝર્સ 5.44 કરોડ છે. આંધ્ર પ્રદેશમાં 8.23 કરોડ મોબાઈલ યુઝર્સ છે પરંતુ ત્યાંની વસતી 5.31 કરોડ છે. કેરળની વસતી 3.57 કરોડ છે જ્યારે મોબાઈલ યુઝર્સ  4.22 કરોડ છે. હિમાચલ પ્રદેશની વસતી 74 લાખ છે જ્યારે મોબાઈલના યુઝર્સ 87 લાખ છે. પંજાબની વસતી 3.07 કરોડની છે જ્યારે 3.52 કરોડ મોબાઈલ યુઝર્સ છે. તમિલનાડુમાં 7.69 કરોડ મોબાઈલ યુઝર્સ છે જ્યારે ત્યાંની વસતી 7.68 કરોડની છે. કર્ણાટકની વસતી 6.76 કરોડ છે જ્યારે 6.58 કરોડ મોબાઈલ યુઝર્સ નોંધાયા છે. ગુજરાતની વસતી 7.15  કરોડ છે જ્યારે મોબાઈલ યુઝર્સ 6.61 કરોડ છે. 


10 વર્ષમાં નવા મોબાઈલ યુઝર્સનો થયો આટલો વધારો

ગુજરાતમાં 10 વર્ષમાં 1.28 કરોડ મોબાઈલ યુઝર્સ વધ્યા છે. નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન અનુસાર 2023માં દેશની અંદાજીત વસતી 138 કરોડથી વઘુ છે. જેમાંથી 82 ટકા એટલે કે 114 કરોડ લોકો પાસે મોબાઈસ ફોન છે. તેમાંથી 88 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. 2013માં ગુજરાતમાં 5.53 કરોડ લોકો પાસે મોબાઈલ હતા જ્યારે 2023માં એટલે કે 10 વર્ષ પછી 6.61 કરોડ લોકો પાસે મોબાઈલ ફોન છે. મહત્વનું છે ફોન હવે લોકોના જીવનની જરૂરિયાત બની ગયું છે. 


બાળકો મોબાઈલ વગર નથી રહી શક્તા!

એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જો એક દિવસ પણ ફોન વગર લોકોને રહેવાનું કહો તો તે તેમના માટે અશક્ય સાબિત જણાય છે. નાના બાળકો મોબાઈલથી એવી મસ્તી કરતા દેખાય છે, મોબાઈલના ફિચર્સ એટલી આસાનીથી વાપરતા દેખાય છે કે આપણને એમ થાય કે આટલા નાના બાળકોને ટેક્નોલોજીની આટલી બધી જાણકારી કેવી રીતે છે? ઉલ્લેખનિય છે કે ટેક્નોલોજીના ફાયદા તો છે પરંતુ સાથે સાથે ગેરફાયદા પણ છે. જો ટેક્નોલોજીનો સારી અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ટેક્નોલોજી આશીર્વાદ સમાન છે પરંતુ જો ટેક્નોલોજીનો દુરૂપયોગ કરવામાં આવે તો શું દશા થઈ શકે છે તે આપણે જાણીએ છીએ.



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..