ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂની લવસ્ટોરીમાં આવ્યો નવો વળાંક! જાણો પોતાના પિતાને શું કહ્યું અંજુએ?


  • Published By :
  • Published Date : 2023-07-29 15:48:02

દેશમાં અત્યારે સૌથી વધારે કોઈ વિષય પર ચર્ચા થઈ રહી હોય તો એ છે  પાકિસ્તાનથી આવેલી સીમાની એને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુની. રોજ આ બંને કહાનીમાં અલગ અલગ ટ્વીસ્ટ તેમજ અપડેટ આવતા રહે છે. ત્યારે આજે વાત કરવી છે ભારતથી ગયેલી અંજુની જે પાકિસ્તાનમાં જઈ ફાતિમા બની ગઈ છે. 


પાકિસ્તાન પહોંચ્યા બાદ ફતિમાએ પહેલી વખત કરી પિતા સાથે વાત

પાકિસ્તાનથી સીમા પાર કરી પોતાના પ્રેમીને મળવા સીમા ભારત આવે છે. તો બીજી તરફ ભારતથી અંજુ નામની છોકરી પ્રેમમાં પાગલ થઈ પાકિસ્તાન પહોંચી જાય છે. અંજુએ દીરબાલાના ડિસ્ટ્રિક કોર્ટમાં ઈસ્લામ ધર્મ કબૂલ કરી લીધો છે. સાથે જ, સોશિયલ મીડિયા ફ્રેન્ડ નસરૂલ્લાહ સાથે લગ્ન પણ કર્યા છે. આ દરમિયાન નિકાહ નામામાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ કબૂલ કરી રહી છે. તેના પિતા અને પરિવાર ગ્વાલિયરના ટેકનપુર બૌના ગામમાં રહે છે અને સમગ્ર ઘટના પછી પહેલી વાર તેણે પાકિસ્તાનથી પિતા સાથે વાત કરી છે.


પિતાને કહ્યું લગ્નની વાતો અફવા છે!

પિતાએ વોઇસ મેસેજ કર્યો છે કે- અંજુ મારે તારી સાથે પહેલી અને છેલ્લીવાર વાત કરવી છે. એ મેસેજના રિપ્લાયમાં અંજુએ રડતા ઇમોજીનો સિમ્બોલ મોકલ્યો અને સોરી પપ્પા કહ્યું. વોટ્સએપ પર ચેટ કર્યા બાદ અંજુએ પાકિસ્તાની નંબર પરથી પોતાના પિતાના મોબાઈલ પર કોલ કર્યો. આ પછી તેણે તેના પિતા સાથે વાત કરી. અંજુ ઉર્ફે ફાતિમાના પિતા આ વાતચીત પર કંઈ કહી રહ્યા નથી, પરંતુ જાણવા મળ્યું છે કે અંજુએ તેના લગ્નના સમાચારને અફવા ગણાવ્યા છે. તેનું કહેવું છે કે એવું કશું જ નથી. હવે આને શું કહેવું એ સમજાતું નથી. પાકિસ્તાન પહોંચ્યા પછી અંજુ કોઈ દબાણમાં છે? ફાતિમા બનવાથી લઈને તેના લગ્નના સમાચાર માત્ર દેખાડો છે.?


20 ઓગસ્ટે ભારત પરત ફરશે અંજુ 

અંજુ 30 દિવસના વિઝા લઈ 21 જુલાઈએ ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. હવે તેણે 20 ઓગસ્ટે ભારત પરત ફરવાનું છે. અંજુના ભારત પરત ફરવા પર, તેણે અહીં મીડિયાની સાથે સુરક્ષા એજન્સીઓના પ્રશ્નોના જવાબ આપવા પડશે. અને તે બાદ તે તેના પરિવારને મળવા પહોંચશે.


અંજુના પાકિસ્તાન પાછળ લોકો લગાવી રહ્યા છે અનેક તર્ક વિતર્ક

આ ઘટના પછી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઘણા લોકો એવું કહે છે કે આ સીમા હૈદરનો બદલો લેવા પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI એ અંજુને ફસાવી? અંજુ પાકિસ્તાન પહોંચી ત્યાર બાદ તેનો વીડિયો લીક થયો હતો. આ વીડિયોમાં તે કહે છે કે તે સીમા હૈદર જેવી નથી. તે માત્ર તેના મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન આવી છે. મુલાકાત બાદ તે પોતાના દેશ ભારત પરત ફરશે. આ વીડિયોમાં તે પાકિસ્તાનમાં તેની હાજરીની પુષ્ટિ કરે છે. આ કામ ISIદ્વારા કરાવવામાં આવ્યું હોવાની આશંકા છે. આ લોકોની કહાની સાંભળીને એવી ફીલ આવે છે કે આ લોકોએ ગદર મૂવીને બહુ ગંભીરતાથી લઈ લીધી છે. અંજુ પાકિસ્તાન ગઈ ફાતિમા બની ગઈ ને પછી  હવે કહે છે કે આ બધી અફવા છે ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે