કર્ણાટકથી પાણીપુરીને લઈ એવા સમાચાર સામે આવ્યા જે પાણીપુરી ખાનાર લોકોનું ટેન્શન વધારી શકે છે...!


  • Published By :
  • Published Date : 2024-07-04 18:06:04

"પાણીપુરી" આ શબ્દ સાંભળતાજ આપણને મોમાં પાણી આવી જાય છે. આપણા ભારતમાં આ વાનગી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઓળખાય છે. નવી દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં આ ગોલગપા તરીકે ઓળખાય છે જયારે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ફૂચકા તરીકે ઓળખાય છે . ઉપરાંત ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્રમાં, અને તમિલનાડુમાં પાણીપુરી તરીકે ઓળખાય છે. આજે પાણીપુરીની વાત એટલા માટે કરવી છે કારણ કે પાણીપુરીમાં કેન્સર જન્ય તત્વો સામે આવ્યા છે જેનાથી ખળભળાટ મચી ગયો છે! 

પાણીપુરી ખાવાથી થઈ શકે છે કેન્સર!

દેશભરમાં આ પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કર્ણાટક રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકત્રિત  કર્યા છે અને તેની તપાસ કરી. રિપોર્ટ આવતા  ખબર પડી કે , તેમાં કેન્સર થાય એવા તત્વો હોય છે. સાથે જ આ સેમ્પલમાંથી ૨૨ ટકા પાણીપુરી તો સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારા ધોરણોમાં નિષ્ફળ નીવડી છે. 



ટેસ્ટ માટે પાણીપુરીના સેમ્પલો લેવાયા અને.. 

કર્ણાટકના આ ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા પાણીપુરીના કુલ ૨૬૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.. જેમાં ૪૧ સેમ્પલમાં તો બનાવટી કલર વાપરવામાં આવ્યો હતો. આજ કલરમાંથી , karsinogenik એજન્ટ્સ એટલે કે જે કેન્સર કરી શકે તેવા તત્વો મળી આવ્યા હતા. આ મામલે ફૂડ અને સેફટી કમિશ્નર શ્રીનિવાસન કે એ જણાવ્યું હતું કે , અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી, જે બાદ અમે સેમ્પલ ભેગા કર્યા હતા. સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના આ સેમ્પલની બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી. આ તારણો બાદ જે લોકો પાણીપુરી નિયમિત રૂપથી ખાય છે, તેમણે ચેતવાની જરૂર છે. પાણી પુરી બનાવામા વપરાતા કેમિકલ કેન્સરને નોતરી શકે છે. 


ખાણી પીણીની વસ્તુઓમાંથી નીકળી રહ્યા છે..  

કર્ણાટક સરકારના ફૂડ સેફટી વિભાગ દ્વારા કેહવામાં આવેલી વાત બાદ સમગ્ર દેશમાં પાણીપુરીના ચાહકોને ઝાટકો લાગ્યો છે. તો બીજી તરફ ખાણીપીણીની વાનગીઓમાં એમાં પણ તૈયાર ફૂડ પેકેટ્સમાં તો દેડકો, કાનખજુરો, અને મરેલી ગરોળી વંદો નીકળવાની ઘટના બની રહી છે. એટલે બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે