સિદ્ધપુરમાં ચાર દિવસથી ન હોતું આવતું પાણી.. ખોદકામ કર્યું તો લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-16 17:09:40

છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે હચમચાવી દેતી હોય છે. યુવતીઓની લાશ અનેક જગ્યાઓ પરથી મળી રહી છે. ત્યારે સોલંકી વંશના શૌર્યની ભૂમિ પાટણના સિદ્ધપુરથી સમાચાર આવ્યા કે શહેરની ઉપસલી શેરી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી છે. જે ગુજરાતને સ્ત્રીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. ભાગ્યે જ સ્ત્રીઓ સાથે ગંભીર ગુના થાય છે તેવી ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની એક છબી છે તે છબી પર છાંટા ઉડે તેવા આ સમાચાર છે. 


પાણીની પાઈપ લાઈનમાંથી મળી યુવતીની લાશ!

સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં ચાર દિવસથી પાણી નહોતું આવતું. પાણી નહોતું આવતું તો ત્યાના સ્થાનિક લોકોએ સિદ્ધપુર નગરપાલિકાને જાણ કરી હતી કે પાણી કેમ નથી આવી રહ્યું આનું કંઈક સોલ્યુશન લાવો... તો નગરપાલિકાએ ટીમ મોકલાવી હતી અને પાઈપલાઈનમાં ખોદકામ કરાવ્યું હતું. નગરપાલિકાની ટીમને કારણ શોધવું હતું કે પાણી શા માટે નથી આવી રહ્યું પણ જે નજર સામે આવ્યું તે ચોંકાવી દે તેવું હતું... ખોદકામમાં પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આ વાતની જાણ થતાં આખી સોસાયટી ચોંકી ગઈ હતી કે આવું કેવી રીતે થઈ ગયું. 


મૃતદેહ પાઈપ લાઈનમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે થઈ રહી છે તપાસ!

લાશ મળી આવતા સિદ્ધપુર નગરપાલિકાએ પોલીસને ધ્યાન દોર્યું હતું. સિદ્ધપુર પોલીસ ઉપલી શેરી વિસ્તારમાં દોડી આવી હતી. હાલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યો છે અને પોલીસ શોધ કરી રહી છે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં કેવી રીતે પહોંચી.  તપાસ બાદ જ કારણ સામે આવશે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં પહોંચી કેવી રીતે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે