Nitish Kumarના સાંસદે INDIA Allianceની મળેલી બેઠકને લઈ ફરિયાદ કરી! કહ્યું સમોસા નહોતા, ગંભીર વાતચીત થઈ શકી ન હતી


  • Published By :
  • Published Date : 2023-12-21 11:40:37

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી. આ બેઠકમાં સામેલ થવા અનેક દિગ્ગ્જ નેતાઓ આવ્યા હતા. મમતા બેનર્જી, નિતીશ કુમાર સહિતના નેતાઓ હાજર હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી. મલ્લિકાર્જુન ખડગેના નામ પર ચર્ચા થઈ, ઉપરાંત બેઠકોને લઈ વિચાર વિમર્શ થયો. આ બધા વચ્ચે જેડીયુના નેતાનું દર્દ છલકાઈ આવ્યું! જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટુએ કહ્યું કે મીટિંગમાં સમોસા ન હતા,  માત્ર ચા- બિસ્કિટ હતા, કોઈ પણ ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ શકી નહીં.

India BLOC meeting

દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની મળી હતી બેઠક       

દેશમાં અનેક સમસ્યાઓ છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. સંસદમાંથી અનેક વિપક્ષી સાંસદોઓને સસ્પેન્ડ થયા પર ચર્ચા થવી જોઈએ. અનેક સાંસદો આનો વિરોધ કરી રહ્યા હતા. 19 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠક થઈ હતી. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ આ બેઠક થવાની હતી પરંતુ તેને કેન્સલ કરવામાં આવી. ત્યારે અનેક વખત ઈન્ડિયા ગઠબંધનની મીટિંગ થઈ. થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં આ બેઠક પૂર્ણ થઈ અને આ મીટિંગમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા થઈ. 

માત્ર ચા અને બિસ્કિટમાં મીટિંગ પતાવી દીધી!

ઈન્ડિયાની બેઠકમાં અનેક મુદ્દાઓ પર તકરાર પણ થઈ. પરંતુ જેડીયુના એક નેતાનું દર્દ તો કંઈક અલગ જ હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે મીટિંગ દરમિયાન સમોસા ન રાખવામાં આવ્યા, ખાલી ચા-બિસ્કિટ આપીને મીટિંગ પૂર્ણ કરી દીધી. આ નિવેદન જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટૂ દ્વારા આપવામાં આવ્યું છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પહેલા જ્યારે મીટિંગ થતી હતી ત્યારે સમોસા તો મળતા જ હતા, પરંતુ આ વખતની બેઠકમાં માત્ર ચા બિસ્કિટમાં પતાવી દીધું. કોંગ્રેસ પોતે કહે છે કે તેમની પાસે ફંડની કમી છે. એટલે આ વખતે માત્ર ચા બિસ્કીટથી કામ પતાવી દીધું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે