Ahmedabadમાં India-Pakની ટીમ વચ્ચે થશે કાંટાની ટક્કર, જાણો વરસાદને લઈ શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-14 09:44:50

થોડા કલાકો બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. ભારત અને પાકિસ્તાની ટીમ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટને લઈ આમ તો અનેક ક્રિકેટ ચાહકોને રસ હોય છે પરંતુ જ્યારે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હોય ત્યારે ઉત્સાહ અલગ હોય છે. 

IND vs ENG T20: PM મોદીના એરપોર્ટ પર એક કલાક રોકાણ બાદ નરેન્દ્ર મોદી  સ્ટેડિયમ વિશે આવ્યા મોટા સમાચાર | Gujarat News in Gujarati


મેચ દરમિયાન વરસાદ થશે કે નહીં તે દરેકના મનમાં સવાલ! 

સૌ કોઈની નજર આજે આ મેચ પર છે. ત્યારે દરેકના મનમાં સવાલ થઈ રહ્યો હશે કે મેચ દરમિયાન વરસાદ થશે કે નહીં? ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ વરસાદની શક્યતા અમદાવાદમાં નહિંવત બતાવવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાંથી વરસાદે સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. પરંતુ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 

Gujarat weather update IMd Dr. Manorama Mohanti and Ambalal Patel - ગુજરાત  હવામાનની આગાહી અંબાલાલ પટેલ અને ડો. મનોરમા મોહન્તી News18 Gujarati

IND vs PAK: क्या बारिश से धुल जाएगा भारत-पाकिस्तान मैच? (AP)


અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે ત્યારે વરસાદ મેચમાં વિધ્ન બનશે કે કેમ તે પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે. અમદાવાદમાં વરસાદ થશે કે નહીં તે અંગે લોકોને સવાલ થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં વરસાદ વરસવાની શક્યતા નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ

મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં રહેશે તેવી આગાહી કરાતા ક્રિકેટ રસિયાઓએ રાહતનો શ્વાસ લીધો છે.  અમદાવાદમાં તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. શનિવાર માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.આણંદ, ભૂજ, ભાવનગર, ખેડા, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના વિસ્તારોનું તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 તેમજ 16 તારીખે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરાતા ખેલૈયાઓની ચિંતા વધી છે.  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..