TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા આ ધારાસભ્યો, કાયમી ભરતી કરવામાં આવે તેવી સરકારને કરી રજૂઆત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-25 09:45:57

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ટેટ-ટાટ ઉમેદવારો થોડા સમય પહેલા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાના હતા પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જે જગ્યા પર તેમને રાખવામાં આવ્યા હતા ત્યાં રામધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો હતો. 

ઉમેદવારોના સમર્થનમાં આવ્યા ધારાસભ્યો

ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં આવી કાયમી ભરતી કરવામાં આવે તેવી સરકારને રજૂઆત કરતી ટ્વિટ કરી છે. ઉપરાંત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને વિનંતી કરી છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. તેમણે લખ્યું કે જો શિક્ષકોનું જ ભવિષ્ય ખતરામાં હશે તો રાષ્ટનું નિર્માણ કઈ રીતના કરશે?  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે