Suratમાં પકડાયેલા આ લોકોને નકલી ACB અધિકારી કહેવા કે નકલી CBI ખબર જ ના પડે!


  • Published By :
  • Published Date : 2023-12-25 16:14:40

રાજ્યમાં નકલી અધિકારી ઝડપાવવાનો સિલસિલો યથાવત છે.  સુરત જિલ્લામાં કોસંબાની PP સવાણી યુનિવર્સિટીમાં નકલી cbi અધિકારી બની 3 લોકો ઘુસ્યા હતા. આ ત્રણમાં એક કિશોરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બે શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી અધિકારીની ગાડીમાંથી મળ્યું.... 

નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની ઓળખ આપી ત્રણ લોકો યુનિ.માં નકલી ડિગ્રી બનાવતા હોવાની તપાસના નામે ઘૂસ્યા હતા. ત્રણેય લોકોએ સંચાલકને માર મારવાની પણ ધમકી આપી હતી. યુનિવર્સિટીના સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ નકલી અધિકારીઓની કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી – CBI લખેલું બોર્ડ પણ મળ્યું હતું. જે બાબતે પોલીસે બે યુવકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

તપાસના બહાને યુનિવર્સિટીમાં ઘૂસ્યો 

આરોપીઓએ ACB અને સીબીઆઈના અધિકારીની ઓળખ આપી તપાસના બહાને સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા. યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાનું કહી સંચાલકોને ધમકાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. 


ગુજરાતમાં નકલીની ભરમાર!

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી IAS, નકલી IPS, નકલી સરકારી અધિકારી, નકલી MLAનો PA બાદ થોડા દિવસ પહેલા જુનાગઢમાંથી હવે નકલી DYSP ઝડપાયો હતો, નકલી Dyspની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઈ છે. આ શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે. આ પહેલા નકલી MLA બની રોફ જમાવતા રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.


અસલી પરથી પણ ભરોસો ઉઠી ગયો!   

નકલી નામ સાંભળતા જ હવે ડર લાગે છે અને આ નકલીના ચક્કરમાં હવે અસલી પર પણ ભરોસો કરતાં વિચાર કરવો પડે એમ છે. કારણ કે ગુજરાતમાં કોઈ જ નકલી વસ્તુ બાકી નથી રહી.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.