C.R.Patilને બદનામ કરવા પાછળ હતા આ લોકો? ધારાસભ્ય સંદીપ દેસાઈએ કોની વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 11:49:05

છેલ્લા ઘણા સમયથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચર્ચામાં છે. જીનેન્દ્ર શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમણે સી.આર.પાટીલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે, નવા નવા અપડેટ આવી રહ્યા છે. આ કેસમાં હવે સંદીપ દેસાઈ સામે આવ્યા છે. સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.  પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત મંત્રી અને ધારાસભ્યોને બદનામ કરવાના ઇરાદા સાથે ફરતી કરાયેલી આ પત્રિકામાં સંદીપ દેસાઈએ 3 યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.   

 

ચૂંટણી ફંડને રફેદફે કરવામાં આવ્યો!

આખા મુદ્દાની વાત કરીએ તો, ચૂંટણી પહેલા એક પેન્ડરાઇવ મારફતે અનેક પત્રિકાઓ ફરતી થઈ હતી કે કરવામાં આવી હતી જેમાં સી.આર.પાટીલ સહિત બીજા નેતાઓએ ચૂંટણી ફંડનો દુરુપયોગ કરી તે પૈસાને રફેદફે કરી દેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને એ પત્રિકા ગુજરાત ભાજપના નેતાઓ તથા સંગઠનમાં મહત્વના હોદ્દાઓ ધરાવનારાઓને પેન ડ્રાઈવ પહોંચાડવામાં આવી હતી. 


પેનડ્રાઈવમાં હતું સંદીપ દેસાઈનું નામ!

સંદીપ દેસાઇ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા ત્યારે તેમણે ખુલાસો કર્યો કે " ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ વિરોધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમાં સી આર પાટીલને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પત્રિકામાં સી આર પાટીલ સાથે મારું નામ પણ હતું અને અન્ય ધારાસભ્ય અને મંત્રીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી પેન ડ્રાઈવ મારફતે પહોંચાડવામાં આવેલી આ પ્રકારની પત્રિકા સામે કાર્યવાહી કરવા મેં એક મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જે અરજીના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવા પહોંચ્યો છું. પેન ડ્રાઈવમાં ઉલ્લેખ કરાયેલા બાકીના તમામ ધારાસભ્ય સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદ નોંધાવા આવ્યો હતો."


સી.આર.પાટીલ તેમજ અનેક ધારાસભ્યોને બદનામ કરવાનો થઈ રહ્યો છે પ્રયાસ! 

હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ સંદીપ દેસાઈની અરજીના આધારે તપાસ કરી રહી હતી. પોલીસે પત્રિકા દ્વારા બદનામી કરવાના કાવતરામાં દિપુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાનસિંહ નામના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોધી છે.જેમાં રાકેશ સોલંકી એ ગણપત વસાવાના નજીકના હોવાનું સામે આવ્યું છે ત્યારે આ કેસ વધુ ગુંચવતો જાય છે. આ ત્રણેય આરોપીઓએ પત્રિકા બનાવી ભરૂચ અને પાલેજથી બાય પોસ્ટ અન્ય મોટા નેતાઓને અને જુદી જુદી જગ્યાએ મોકલી આપી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસે વિવાદિત પેન ડ્રાઈવ જેની અંદર અનેક ડોક્યુમેન્ટ જોવા મળ્યા છે. આ પેન ડ્રાઇવની અંદર સી. આર પાટીલ ,સાંસદ પ્રભુ વસાવા અને સંદીપ દેસાઈ સહિત અન્ય ધારાસભ્યો અને મંત્રીને બદનામ કરવા સાથેના અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. હવે આ પત્રિકા કેસમાં બીજા કેટલા નેતાઓના નામ સામે આવે છે એ જોવાનું રાખ્યું અને આ પત્રિકા વોર ભાજપમાં ભંગાણ લાવશે એ પ્રશ્નાર્થ છે!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે