ભારત મંડપમની આ વાતો તમારે જાણવી જોઈએ, G20માં ભારતીય ધરોહર અને ઈતિહાસની ઝાંકી


  • Published By :
  • Published Date : 2023-09-09 14:39:44

ભારતમાં જી 20ના પહેલા સત્રનો પ્રધાનમંત્રી મોદીએ પ્રારંભ કરાવી દીધો છે. બધા મહેમાન નેતાઓએ દેશના પ્રધાનમંત્રી સાથે ફોટો પણ પડાવ્યો. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ દિગ્ગજ નેતાઓ સાથે ફોટો પાડવામાં આવ્યો તેની પાછળ અમુક ફોટો મૂકવામાં આવ્યા છે જે ભારતની સંસ્કૃતિ અને ભારતના ઈતિહાસને યાદ અપાવે છે. આ ફોટોમાં એક વિશાળ ચક્ર દેખાડવામાં આવ્યું છે જે કોર્ણાક મંદિરનું છે તેના વિશે વિગતવાર વાત કરીએ,

Image


ફોટોમાં દેખાતું આ ચક્ર ત્યાં શા માટે છે?

વિશ્વના અનેક મોટા નેતા આજે ભારતમાં વૈશ્વિક સમસ્યાઓ મામલે ચિંતન-મનન કરવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે બેઠક પણ થઈ જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આજ સવારના જ્યારે દેશના દિગ્ગજ નેતાઓ મળ્યા ત્યારે દિલ્લીમાં બનેલા જી ટ્વેન્ટીના ભારત મંડપમમાં અનેક વસ્તુ પર નજર દોડાવવા જેવી છે. દેશના નાગરિક તરીકે આપણને આપણો વારસો ખબર હોવી જોઈએ. ભારત મંડપમની બહાર એક વિશાળ અને સુંદર નટરાજની પ્રતિમા લગાવામાં આવી હતી, મંડપમમાં અંદર કોર્ણાકનું ચક્ર પણ લગાવામાં આવ્યું હતું જ્યાં વિશ્વના મોટા નેતાએ પ્રધાનમંત્રી સાથે ફોટો પડાવ્યો હતો. આ જગ્યા પર જી ટ્વેન્ટીનો લોગો અને બાજુમાં લખ્યું હતું વસુધૈવ કુટુમ્બકમ. વસુધૈવ કુટુમ્બકમ સનાતન ધર્મનો મૂળ સંસ્કાર અને વિચાર છે. તેનો અર્થ થાય છે સંપૂર્ણ ધરતી એક પરિવાર છે. લોગો અને વસુધૈવ કુટુમ્બક લખ્યું છે તેની વચ્ચે એક ચક્ર પણ છે. આ ચક્ર ઓડિશાના પૂરી જિલ્લામાં આવેલા કોર્ણાકના સૂર્ય મંદિરનું છે. કોર્ણાકનું આ ચક્ર 13મી સદીમાં બનાવામાં આવ્યું હતું. રાજા નરસિંહદેવ પહેલાના શાસન કાળમાં આ ચક્ર બનાવામાં આવ્યું હતું. ભારતના ઝંડામાં જે ચક્ર છે તેના જેવું જ આ ચક્ર છે. આ ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, સુસંસ્કૃત સભ્યતા અને વાસ્તુકલાનું ઉત્તમ પ્રતિક છે. આ ચક્ર સમયનું પ્રતિક છે. યુનેસ્કોએ 1984માં કોર્ણાકના સૂર્ય મંદિરને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું હતું. 

Image


G20 નેતાઓના આજે શું કાર્યક્રમો?

Image

વિશ્વના શક્તિશાળી નેતાઓ ભારતમાં પહોંચી ગયા છે અને આજે જી ટ્વેન્ટીમાં અનેક કાર્યક્રમો થવાના છે. આજે બપોરે બધા નેતા ભોજન લેશે. સવારે પહેલી બેઠક તો થઈ ગઈ છે હવે ફરી દોઢ વાગ્યાથી 3 વાાગ્યા સુધી દ્વિપક્ષીય બેઠકો પણ થષે પછી 3 વાગ્યાથી 4.45 સુધી એક પરિવાર નામનું બીજુ સત્ર પણ યોજાવાનું છે. વૈશ્વિક નેતાઓ સાંજે સાત વાગ્યાથી 8 વાગ્યા સુધી રાત્રિ ભોજન લેવાના છે. પછી રાત્રે દિગ્ગજ નેતાઓ ભેગા થશે અને મુલાકાતો કરવાના છે. પછી હોટલ રવાના થશે.




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .