નાની વયે બાળકોને વાહન આપતા પહેલા વિચારજો, અમદાવાદમાં ટુ-વ્હીલર સ્લીપ થતાં સગીરનું થયું મોત, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-15 14:15:39

નાની ઉંમરે બાળકો વાહનો ચલાવાની જીદ કરતા હોય છે. અનેક બાળકોને તો તેમના માતા-પિતા વાહન આપી દેતા હોય છે. વાહનો લઈ બાળકો સ્કુલે જતા હોય છે તો તેમના વાલીઓ આ વાત પર ગર્વ લેતા હોય છે. પરંતુ વાહનો આપી દેવાથી અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. 16 વર્ષની દીકરીને વાહન ચલાવા આપ્યું. સગીરાએ સોસાયટીમાં રહેતા સગીરને વાહન આપ્યું. વાહન સ્લીપ થતાં બંને પડ્યા અને સગીરનું મોત થઈ ગયું. આ મામલામાં સગીરાના પિતા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. 


અમદાવાદમાં બની ઘટના 

આજકાલના છોકરાઓ સગીર વયે ટુ વ્હીલર ચલાવતા થઈ ગયા છે. લાઈસન્સ આવે તે પહેલા વાહનો લઈ ફરતા હોય છે. સ્કુલ જવું હોય કે ટ્યુશનમાં જવું હોય તો આજની પેઢી ટુ વ્હીલર લઈને જતાં હોય છે. માતા પિતા પણ હર્ખાઈને વાહન ચલાવા આપી દેતા હોય છે. જેને કારણે ગંભીર પરિણામ ભોગવવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં ચેતવણીરુપ એક કિસ્સો બન્યો છે.      


સ્લીપ થતાં સારવાર દરમિયાન થયું સગીરનું મોત 

અમદાવાદના કુબેરનગરની 16 વર્ષની સગીરા ટુ-વ્હીલર લઈને સ્કુલે જવા નીકળી હતી. સગીરાએ તેમની સોસાયટીમાં રહેતા સગીરને વાહન ચલાવા આપ્યું. સરદારનગર ભાગ્યોદય સોસાયટી પાસે વાહન  સ્લીપ થઈ જતા બંને પટકાયા હતા. અકસ્માતને પગલે લોકો ભેગા થયા અને બંનેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સગીરનું મોત થઈ ગયું હતું. 


સગીરાના પિતા વિરુદ્ધ કરાઈ કાર્યવાહી 

છોકરીની ઉંમર નાની હોવા છતાંય વાહન આપવામાં આવ્યું હતું જે બદલ પિતા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તેમને જાણ થઈ કે સગીરા પાસે લાઈસન્સ ન હોવા છતાંય વાહન આપવામાં આવ્યું હતું. જે બાદ તેઓ પોતે જ આ મામલાના ફરિયાદી બન્યા અને સગીરાના પિતા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવા તો અનેક વાલીઓ હશે જે નાની ઉંમરે બાળકોને વાહન ચલાવા આપી દેતા હોય છે. આવા કેસમાં અકસ્માત થાય તો કોણ જવાબદાર?    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે