સરકારી નોકરી માટે તરસતા યુવાનોએ સોશિયલ મીડિયા પર શરૂ કર્યું કર્યું અનોખું અભિયાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-31 19:48:10

રાજ્યના બેરોજગાર યુવાનો માટે સરકારની નોકરી એ જાણે જીવનનું અંતિમ ધ્યેય બની ગયું છે. ચૂંટણીઓની મોસમ આવે એટલે દરેક સરકાર પોતાના મેનીફેસ્ટોમાં આટલી નોકરીઓ આપીશું તેની જાહેરાત કરતી સરકાર ખરેખર તો ચૂંટણી પૂર્ણ થયા બાદ ખાલી જગ્યાઓ પણ ભરતી નથી. આજે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે અને આજે જ PM મોદીનું હોમસ્ટેટ ગુજરાત આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચામાં છે. સરકારી નોકરી માટે તરસતા બેરોજગાર યુવાનો એ સોશિયલ મીડિયા પર #Guj_ govt_declares_Recruitment  ટ્રેન્ડ શરૂ કર્યો છે. 


સરકાર ક્યારે જાગશે?


સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા ગુજરાતના બેકાર યુવાનો પ્લેટફોર્મ X પર ગુજરાત સરકારની  વિવિધ ખાલી પડી રહેલી જગ્યાઓની નોટિફિકેશન જાહેર કરવા ઉપરાંત કેલેન્ડર જાહેર કરવા માંગણી કરી રહ્યા છે . આ પ્રકારની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બની અને આ ટ્રેન્ડ પર 1 લાખ 7 હજાર કરતા વધુ ટવિટ થઈ ચુકી છે. આ ટ્રેન્ડ પ્લેટફોર્મ X પર ઉમેદવારોની એકતાનું પ્રતીક બની ચૂક્યું છે. રાજ્ય સરકારના ઉદાસીન વલણના કારણે જયારે નોકરીની જાહેરાતમાં મોડું થાય, ડમી ઉમેદવાર પકડાય તદુપરાંત કૌભાંડ બહાર આવે ત્યારે પરીક્ષાઓ રદ્દ થતી હોય છે તેથી યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે આથી સરકારે પણ હવે મુદ્દે સક્રિય થવાની જરૂર છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.