ગુજરાત વિધાનસભા ચૂંટણીની મોટી વાતો જાણવા આ વાંચો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:56:37

આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હોવાથી ચૂંટણી પંચ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યું છે. તેવામાં આજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તાએ લોકો સમક્ષ આ ચૂંટણીની ખાસ વિગતો સામે રાખી હતી. આવો જાણીએ આ ચૂંટણી શા માટે ખાસ છે...  


મતદાન કરવા મુખ્ય ચૂંટણી કમિશનરની અપીલ 

વિધાનસભા ચૂંટણીમાં તમામ મતદારોને મતદાન કરવા માટે રાજીવ ગુપ્તાએ અપીલ કરી હતી. ગુજરાત વિધાનસભામાં પોતાના મતદાનની શક્તિનો ઉપયોગ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ગુજરાતીમાં વાક્ય બોલતા કહ્યું હતું કે "આવ્યો ચૂંટણીનો અવસર રડિયામણો, મતદાન કરવાનું ચૂકશો નહીં." ચૂંટણી પંચે બે દિવસ દરમિયાન તમામ કલેક્ટર અને ગૃહવિભાગના અધિકારીઓ સહિત પોલીસ વિભાગ સાથે બેઠકો કરી મતદાન સુવ્યવસ્થિત રીતે કરવા માટે સૂચનો આપ્યા હતા. ચૂંટણી પંચે મતદાન કરવાની તક ન ચૂકવા અપીલ કરી હતી. 

પત્રકાર પરિષદ સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તા

થોડો આંકડાકીય ખેલ સમજીએ

ગુજરાતમાં 33 જિલ્લા છે અને 6 કરોડથી વધુની જનસંખ્યા ધરાવતું રાજ્ય છે. 12 ફેબ્રુઆરીના દિવસે વિધાનસભા સત્ર પૂરું થઈ રહ્યું છે. 6 કરોડથી વધુ જનસંખ્યામાંથી 2.5 કરોડ પુરુષ મતદારો છે અને 2.37 કરોડ સ્ત્રી મતદારો છે. ગુજરાતની આ વિધાનસભા ચૂંટણીમાં 4 લાખથી વધુ દિવ્યાંગો મતદાન કરશે. આ સિવાય 11 હજાર 842 લોકો એવા છે જેની ઉંમર 100 વર્ષથી વધુ છે. આ ચૂંટણીમાં 1,291 મતદારો થર્ડ જેન્ડરના હશે જેમનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં 17 સીટ અનુસૂચિત જાતિના લોકો માટે અનામત રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જનજાતિના લોકો માટે 13 બેઠકો અનામત રાખવામાં આવી છે. ગુજરાતમાં દર 1 હજાર પુરુષો પર 934 મહિલાઓ છે, એટલે કે સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ ગુજરાતમાં 934 છે. ગુજરાતમાં 51 હજાર 782 મતદાન બુથ રહેશે જેમાંથી 34 હજાર 276 મતદાન બુથ ગ્રામ્ય વિસ્તારમાં રહેશે. 


આ વિધાનસભા ચૂંટણીમાં શું ખાસ છે...

ચૂંટણી પંચે દિવ્યાંગો, નવા મતદારો અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સુવિધા આપવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ચૂંટણી પંચે શતાયુ લોકો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવાની સૂચના આપી હતી. શતાયુ લોકો માટે કલેક્ટર ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવશે જેથી શતાયુ લોકો ચૂંટણીમાં મતદાન કરી શકે. શતાયુ લોકો મતદાન કરે ત્યાર બાદ તેમનું વિશેષ રીતે અભિનંદન કરવામાં આવશે. દરેક વિધાનસભામાં એક મોડલ ચૂંટણી મથક રહેશે, ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે પણ બેઠકો કરી હતી અને તેમના મંતવ્યો સાંભળ્યા હતા. આ સમયે મતદાન ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવશે જેથી દિવ્યાંગો અને શતાયુ લોકોને મતદાન કરવામાં કોઈ તકલીફ ના પડે. ચૂંટણીમાં ખાસ વીડિયોગ્રાફી કરવામાં આવશે. ચૂટણી લડવાનો સૌનો અધિકાર છે પણ કોઈ ઉમેદવારનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોય તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમના પર ક્રિમિનલ એક્ટિવિટી હોય તેનો એફિડેવિટ કરવામાં આવશે અને તેને ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. તમામ ઉમેદવારોનું કેવાયસી કરવામાં આવશે. ચૂંટણી પંચે આયોજન કર્યું છે કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં સાત બુથ એવા હશે જેમાં મહિલા સંચાલકો પૂરા બુથનું સંચાલન કરશે. 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે