Amreli લોકસભા બેઠક માટે આ હોઈ શકે છે BJPના સંભવિત ઉમેદવાર, શા માટે બીજેપીએ હજી સુધી નથી કરી ઉમેદવારના નામની જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-03-14 17:11:20

BJPએ ગઈકાલે ૭ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ચાર બેઠકો માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી તેમાંની એક બેઠક છે અમરેલી. અમરેલી બેઠક માટે ના તો કોંગ્રેસે ના તો ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ત્યારે એવી માહિતી સામે આવી છે કે અમરેલી બેઠક પરથી દિલીપ સંઘાણી બીજેપીના ઉમેદવાર હોઈ શકે છે. તો કોંગ્રસના ઉમેદવાસ તરીકે પરેશ ધાનાણીના નામની ચર્ચા થઈ રહી છે.    

Company Directors, Leadership Team - IFFCO

ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવારો નથી કર્યા જાહેર  

ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. તે લિસ્ટમાં ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. સાબરકાંઠા પરથી ઉમેદવાર છે ભીખાજી ઠાકોર, છોટા ઉદેપુરથી જસુભાઈ રાઠવા , અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલ, વલસાડથી ધવલ પટેલ, ભાવનગર બેઠક પરથી નિમુબેન બામભણીયા, સુરતથી મુકેશ દલાલ, વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટને ટિકીટ આપવામાં આવી છે. 22 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ અમરેલી સહિત ચાર બેઠકો એવી છે જેને લઈ નામ જાહેર નથી કરવામાં આવ્યા.

વીમા કંપની ઉંચા હાથ કરે કે નીચા, વીમો તો આપવો જ પડશેઃ દિલીપ સંઘાણી |  Gujcomasol chairman Dilip Sanghani big statement for farmers

દિલીપ સંઘાણી હોઈ શકે છે ભાજપના સંભવિત ઉમેદવાર

અમરેલી બેઠક માટે ભાજપના ઉમેદવાર કોણ હોઈ શકે છે તે અંગે અસમંજસ છે. અનેક લોકોના નામોની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે , અમરેલી બેઠક પરથી દિલીપ સંઘાણી BJPના ઉમેદવાર હોઈ શકે છે. દિલીપ સંઘાણી ૧૯૯૧થી ૨૦૦૪ સુધી અમરેલીના BJP માંથી સાંસદ રહી ચુક્યા છે . હાલમાં દિલીપ સંઘાણી IFFCOના ચેરમેન પદે છે . ૨૦૦૭થી ૨૦૧૨માં અમરેલી વિધાનસભા બેઠક પરથી MLA પણ રહી ચુક્યા છે. આ કાર્યકાળમાં તેઓ કૃષિ વિભાગના મંત્રી પણ રહી ચુક્યા છે, અગાઉ તેઓ ૧૯૮૨ થી ૧૯૯૧ સુધી અમરેલીના MLA પણ રહી ચુક્યા છે . 


અમરેલી લોકસભા બેઠકમાં આ વિધાનસભા બેઠકોનો થાય છે સમાવેશ 

જો અમરેલી લોકસભાની વાત કરીએ તો ૨૦૦૯થી નારણભાઇ કાછડીયા ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ છે. આ અમરેલી લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ ધારી , અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુઆ, ગારિયાધાર. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠકો ગારિયાધાર સિવાયની BJPએ જીતી લીધી હતી.ગારિયાધાર બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણીએ જીતી હતી. 



કોંગ્રેસ અમરેલીથી ઉતારી શકે છે પરેશ ધાનાણીને  ચૂંટણી મેદાનમાં

હવે વાત કરીએ આ અમરેલી લોકસભાના જાતિગત સમીકરણોની તો આ અમરેલી લોકસભાની બેઠકએ પાટીદાર સમાજના બહુમતી વાળી બેઠક છે. આપને જણાવી દઈએ કે આ અમરેલી લોકસભા પર કોંગ્રેસના વીરજી ઠુમ્મર માત્ર ૨૦૦૪માં જીત્યા હતા . હવે વાત કરીએ કોંગ્રેસના સંભવિત ઉમેદવારની તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીના વાતની ચર્ચા થઈ રહી છે.   ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં માં પુરષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. આ પછી ૨૦૧૨માં દિલ્લીપ સંઘાણીને હરાવ્યા હતા. અને હવે અમરેલી વિધાનસભા પરથી કૌશિક વેકરીયા BJPના MLA છે . તો જોઈએ ૨૦૨૪ની આ લોકસભાનો આ જંગ કોણ જીતે છે?



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.