કોહલીની મોટી ફેન છે લદાખની આ છોકરી, તેની અદ્દભુત બેટિંગનો વિડીયો થયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:10:15

લદાખની સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી છોકરીનું નામ મકસુમા જણાવવામાં આવ્યું છે
આ વિડીયોમાં જોઈ શકાય છે કે મકસુમા અદ્દભુત શોટ્સ ફટકારે છે
તેણે તે પણ જણાવ્યું હતું કે તે મહેન્દ્ર સિંહ ધોનીનો ટ્રેડમાર્ક હેલીકોપ્ટર શોટ શીખવા ઈચ્છે છે


આ વિડીયોમાં જોઈ શકાય છે કે મકસુમા અદ્દભુત શોટ્સ ફટકારે છે. એક શોટમાં તેણે બોલ સ્કૂલ ગ્રાઉન્ડની બહાર કરી દીધો હતો. આ વિડીયોમાં મકસુમા જણાવે છે કે તે ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીની ફેન છે અને તે તેના જેવી બનવા ઈચ્છે છે. તેણે તે પણ જણાવ્યું હતું કે તે હેલીકોપ્ટર શોટ શીખવા ઈચ્છે છે.

Video Of Ladakh Cricketer Maksooma Shot Goes Viral - लद्दाख का वीडियो  वायरल: एलओसी पर नन्हीं मकसूमा ने लगाए चौके-छक्के, विराट कोहली जैसा क्रिकेटर  बनने की चाहत - Amar ...

લદાખની એક છોકરીનો બેટિંગ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ છોકરી પોતાની સ્કૂલમાં ક્રિકેટ રમી રહી છે અને તેની બેટિંગના લોકો દિવાના થઈ ગયા છે. તેની બેટિંગના વિડીયોની ક્લિપ લદાખના ડાયરેક્ટોરેટ ઓફ સ્કૂલ એજ્યુકેશન (DSE) દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં ડીએસઈ દ્વારા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી છોકરીનું નામ મકસુમા જણાવવામાં આવ્યું છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે ઘરે મારા પિતા અને સ્કૂલમાં મારા શિક્ષક મને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરે છે. હું વિરાટ કોહલીની જેમ રમવા માટે મારી પૂરી તાકાત લગાવી દઉ છું.


આ વિડીયોમાં જોઈ શકાય છે કે મકસુમા અદ્દભુત શોટ્સ ફટકારે છે. એક શોટમાં તેણે બોલ સ્કૂલ ગ્રાઉન્ડની બહાર કરી દીધો હતો. આ વિડીયોમાં મકસુમા જણાવે છે કે તે ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીની ફેન છે અને તે તેના જેવી બનવા ઈચ્છે છે. તેણે તે પણ જણાવ્યું હતું કે તે હેલીકોપ્ટર શોટ શીખવા ઈચ્છે છે. નોંધનીય છે કે હેલીકોપ્ટર શોટ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો ટ્રેડમાર્ક શોટ હતો.


મકસુમાએ જણાવ્યું હતું કે, હું નાનપણથી જ ક્રિકેટ રમું છું. હું હજી પણ શીખી રહી છું, ખાસ કરીને હેલીકોપ્ટર શોટ કેવી રીતે રમાય તે શીખી રહી છું. બીજો રન લીધા બાદ અમે થાકી જઈએ છીએ અને વધુ રન લેવા ઈચ્છતા નથી. મારો ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી છે અને હું તેના જેવી બનવા ઈચ્છું છું.

Seeing Virat's fangirl batting, people said wow: The sixth student is  Ladakh's Maksooma, learning helicopter shot - Jet Vital | Jet Vital

ટ્વિટર પર આ વિડીયો ઘણો જ વાઈરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની બેટિંગની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે વાઉ.. વોટ અ શોટ! અદ્દભુત... આગળ વધો. એક યુઝરે લખ્યું છે કે, સુપર! થોડા વર્ષોમાં મકસુમાને નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે રમતી જોવા આતુર છું. એક યુઝરે લખ્યું હતું કે, ઓલ ધ બેસ્ટ મકસુમા. આશા છે કે તે ભવિષ્યમાં ભારત માટે રમશે અને પોતાના આદર્શ વિરાટ કોહલી સાથે મુલાકાતા તો ચોક્કસથી બને છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, લાગે છે કે ભારતમાં ઘણી છૂપાયેલી પ્રતિભા રહેલી છે ખાસ કરીને નવા બનેલા લદાખ અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવી પ્રતિભા છૂપાયેલી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે