આ ઘટના તમને ઈમોશનલ કરી દેશે... છોટા ઉદેપુરના તુરખેડામાં રસ્તાના અભાવે નવજાત બાળકે ગુમાવી માની છત્રછાયા....


  • Published By :
  • Published Date : 2024-10-02 18:15:34

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ.. મહદ અંશ સુધી ગુજરાત વિકસીત છે.. વિકાસના કામો થયા છે તેની ના નથી પરંતુ તે વિકાસ છેક છેવાડાના ગામ સુધી નથી પહોંચ્યો. અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં આજે પણ રસ્તો નથી.. સામાન્ય રસ્તા તેમના ત્યાં બને તેની રાહ જોઈને બેઠા છે.. રોડ નથી હોતા જેને કારણે લોકોને અનેક અગવડનો સામનો કરવો પડી રહ્યો છે... ત્યારે તુરખેડાથી એક સમાચાર આવ્યા કે રસ્તો ના હોવાને કારણે સ્ત્રીનું મોત થયું... પ્રસવની પીડા ઉપડતા હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે લોકોએ ઝોળીનો ઉપયોગ કર્યો.. આ સમય દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો.. બાળકી સુરક્ષિત છે પરંતુ તેની માતાનું મોત થઈ ગયું છે...   


નવજાત બાળકે માતાની છત્રછાયા ગુમાવી 

છોટા ઉદેપુરને પ્રકૃતિએ ઘણું બધું આપ્યું છે.... પ્રાકૃતિક સૌંદર્ય તો છે પંરતુ ત્યાં સુવિધાઓ નથી.. એવી સુવિધાઓ જે આપણા માટે એકદમ સામાન્ય હોય.. લોકોને અવર જવર કરવી હોય ત્યારે એવા એવા વિસ્તારોમાંથી પસાર થવું પડે કે આપણને વિચાર આવે કે દરરોજ આવા વિસ્તારથી કેવી રીતે પસાર થવું.. અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી પણ રસ્તાઓ નથી પહોંચ્યા.. રસ્તાના અભાવે જ્યારે કોઈ બિમાર પડે છે ત્યાકે એમ્બ્યુલન્સ નથી આવી શકતી... એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ના મળતા અનેક દર્દીઓને ભોગવવાનો વારો આવે છે... ત્યારે તુરખેડામાં એક નવજાત બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે... 


વિકાસની વાતો કરીએ છીએ પરંતુ આવી તસવીરો અરીસો દેખાડે છે....

આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો સરકાર આવા અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓ નથી પહોંચાડી શકતી તો અનેક સવાલો ઉભા થાય... આપણે વિકાસની વાતો કરીએ છીએ પરંતુ આવી તસવીરો તે વિકાસની પોલ ખોલી દે છે... આવા દ્રશ્યો અનેક  વખત આપણી સામે આવ્યા છે જેમાં દર્દીને ઝોળી કરીને લઈ જવા પડે છે.. યોગ્ય સમયે સારવાર ના મળવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.. ત્યારે આ મુદ્દે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે