આને કહેવાય જમાવટ, ગૌ-માતા માટે જમાવટે કરેલી મહેનત રંગ લાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 11:48:34

ગૌ-માતા માટે અનેક વખત જમાવટ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળના સંચાલકો અબોલ પશુઓ માટે સહાયની માગ કરી રહ્યા હતા. સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવામાં જમાવટે મોટી ભૂમિકા ભજવી હતી.  પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા માલધારી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમાવટની ટીમ પણ ગઈ હતી અને તેમનો અવાજ બની હતી. 

અંબાજી ખાતેથી PM કરશે મુખ્યમંત્રી ગૌ-પોષણ યોજનાની શરૂઆત

છેલ્લા અનેક વખતથી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય માટે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે તેમની માગણીનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે દર્શન માટે જવાના છે. ત્યારે શક્તિ પીઠ અંબાજી ખાતેથી તેઓ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરવાના છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે બજેટમાંથી 500 કરોડની ફાળવણી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને આપવાની જાહેરાત કરી હતી. 

Some people get alarmed on hearing 'Om', 'cow': Modi - Rediff.com India News

રાજ્ય સરકારે ગૌ-માતા માટે ફાળવેલા બજેટમાંથી અપાશે સહાય

મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોજનાના પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ-શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે. આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં ગૌ માતાને પૂજનીય અને વંદનીય સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં ગૌ-માતાની સેવા તેમજ તેમનું રક્ષણ કરનાર ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને વડાપ્રધાન મોદી અંબાજી ખાતે થી સહાય આપી મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાની શરૂઆત કરશે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે