'આ લોકશાહીની હત્યા છે...', ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી દરમિયાન રિટર્નિંગ ઓફિસર પર ભડક્યા CJI


  • Published By :
  • Published Date : 2024-02-05 18:04:17

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ જજની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટીસે પ્રિસાઈડિંગ ઓફિસનો વીડિયો જોયો હતો જેમાં તે મતોને કથિત રીતે રદ્દ કરતા જોવા મળે છે. સીજેઆઈએ કહ્યું કે આ લોકતંત્રની મજાક છે. આજની સુનાવણી બાદ સીજેઆઈ આગામી 12 ફેબ્રુઆરીએ કેસની સુનાવણી હાથ ધરશે. 


સુપ્રીમે આપ્યો સ્ટે


સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીને પડકારતી કુલદીપ કુમારની અરજી પર નોટિસ આપી છે. ઉલ્લેખનિય છે કે સમગ્ર રેકોર્ડ પંજાબ અને હરિયાણા કોર્ટે રજીસ્ટ્રારની પાસે સાંજે 5 વાગ્યે તમામ ડોક્યુમેન્ટ અને તમામ વિડીયો પ્રૂફ જમા કરાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચંદીગઢ નગર નિગમની 7 ફેબ્રુઆરીના રોજ થનારી પહેલી બેઠક અનિશ્ચિત સમય સુધી મોકુફ રાખવાનો હુકમ કર્યો છે. મતલબ કે નગર નિગમના નવા મેયરના કામકાજ પર હાલ સ્ટે રહેશે.  


પ્રિસાઇડિંગ ઓફિસરનો વીડિયો CJIને સોંપાયો


એડવોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણીની માંગ સાથે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કાર્યવાહીમાં શું થયું તે જોવા માટે પેનડ્રાઈવ આપી હતી. આ જ પેનડ્રાઈવમાં કથિત રીતે પ્રિસાઈડિંગ ઓફિસનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ભાજપના ઉમેદવારો કથિત રીતે પાછલા દરવાજેથી કેવી રીતે આવીને મેયરની ખુરશી પર બેસી જાય છે, તે પણ જોવા મળે છે.


RO અનિલ મસીહ પર તવાઈ


સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહની AAP-કોંગ્રેસ ગઠબંધનના 8 મત રદ કરવાની પ્રક્રિયાની આકરી ટીકા કરી હતી. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે એવું લાગે છે કે RO (રિટર્નિંગ ઓફિસર) એ મતો સાથે ચેડા કર્યા છે અને તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. CJIએ કહ્યું કે આ લોકશાહીની મજાક છે. આરઓ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. તે જે કરી રહ્યો છે તેનાથી અમે આશ્ચર્યચકિત છીએ. શું આરઓ દ્વારા આ રીતે ચૂંટણી કરાવવામાં આવે છે? અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં. આ માણસને જેવો જ નીચે ક્રોસ જોવા મળે તે કે તરત જ બેલેટ પેપરને વિકૃત કરે છે. CJIએ કહ્યું કે તમારા આરઓને કહો કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહી છે. અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં. આ દેશમાં એકમાત્ર મહાન સ્થિર શક્તિ લોકશાહીની પવિત્રતા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .