અંતરિયાળ વિસ્તારમાં અપાતા શિક્ષણની આ છે વાસ્તવિક્તા! ડે. DDOએ લીધી આ શાળાની મુલાકાત અને જે થયું તે ચોંકાવી દેશે


  • Published By :
  • Published Date : 2023-07-09 18:31:12

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અંગેના IAS ધવલ પટેલના પત્રથી જે રીતે ખળભળાટ મચી ગયો હતો તેને કારણે સરકાર હરકતમાં આવી અને ગામડાની શાળાઓમાં શિક્ષણની સ્થિતિ ચકાસવા માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. જો કે હજુ પણ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં રાજ્યમાં શિક્ષણની સ્થિતિનો ચિતાર નકારાત્મક રૂપમાં સામે આવી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ પંચમહાલ જિલ્લામાં આવેલી એક શાળાની. ચેકિંગ પર ગયેલા અધિકારીએ જ્યારે ગણિતના શિક્ષકને પૂછ્યું કે 200ના પાંચ ટકા કેટલા થાય ત્યારે તે શિક્ષક જવાબ આપી શક્યા ન હતા.  

અનેક અધિકારીઓ કરી રહ્યા છે સરપ્રાઈઝ વિઝીટ 

બાળકોને ભણવા માટે પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવે છે. ભણશે ગુજરાત ત્યારે તો આગળ વધશે ગુજરાત જેવી વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે વિકાસની વાત કરવી હોય ત્યારે ગુજરાત મોડલ બતાવવામાં આવે છે. પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારથી શિક્ષણને એવા કિસ્સાઓ સામે આવે છે જેને જોઈ વિદ્યાર્થી માટે દુખ થાય છે. શિક્ષણની સ્થિતિ દિવસેને દિવસે ઘટતી જઈ રહી છે તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા આવેલા ધવલ પટેલના રિપોર્ટે ખભબળાટ મચાવ્યો હતો. તે બાદ સરકારી અધિકારી ક્રાંતિ કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીએ એક શાળાની વિઝીટ કરી હતી જેના આચાર્ય નશાની હાલતમાં જોવા મળ્યા હતા.  


ગ્રામ્ય સ્તરે બગડતા શિક્ષણનો વધુ એક પુરાવો      

ત્યારે હવે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની સરકારી શાળામાં ડેપ્યુટી DDOએ સરપ્રાઇઝ વિઝિટ લીધી અને તે શાળામાં ગણિત ભણાવતા શિક્ષકને એક સવાલ કર્યો જેમાં 200ના 5 ટકા કેટલા થાય એમ પૂછ્યું હતું.. જો કે આ સવાલના જવાબમાં શિક્ષક મૌન ધારણ કરી ઉભા રહ્યા કેમકે તેમની પાસે આ સવાલનો કોઇ જવાબ ન હતો. આપણા રાજ્યમાં ગ્રામ્ય સ્તરે શિક્ષણની જે હાલત છે તે કેટલી હદે બગડેલી છે તેનો વધુ એક પુરાવો મળી આવ્યો છે. 

આ શાળાની ડેપ્યુટી DDOએ લીધી મુલાકાત  

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે પંચમહાલના ઘોઘંબા તાલુકાના જોજ ગામની શાળાનો છે. જેમાં 5 જુલાઇએ ડેપ્યુટી DDO એચ.ટી મકવાણા પોતાની સાથે કેટલાક અધિકારીઓને લઇને ઘોઘંબા તાલુકામાં વિકાસના કામોનું નિરીક્ષણ કરવા ગયા હતા. જ્યાં તેમણે જોજ પ્રાથમિક શાળા, અને પાધોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જોજ પ્રાથમિક શાળામાં જ્યારે તેમણે શિક્ષણની સ્થિતિનું નિરીક્ષણ કર્યું તો તેમને ચોંકાવનારી વિગતો મળી. આ શાળામાં પતિ અને પત્ની બંને શિક્ષક તરીકેની ફરજ બજાવે છે જો કે વિઝીટ વખતે ફક્ત પતિ હાજર હતા અને તેમના પત્ની જે પોતે પણ શિક્ષિકા છે તે ગેરહાજર હતા. 


ગણિતના શિક્ષકને ખબર ન હતી સામાન્ય પ્રશ્નોના જવાબ? 

શાળાના શિક્ષકોની ઓનલાઇન હાજરી જ્યારે ચકાસવામાં આવી તો ખબર પડી કે ઓનલાઇન હાજરી કોઇએ પુરાવી ન હતી. તે પછી આ શાળામાં ગણિત ભણાવતા શિક્ષકને ડેપ્યુટી DDO એચ ટી મકવાણાએ એક સાવ સાદો સવાલ પૂછ્યો હતો કે 200 ના 5 ટકા કેટલા થાય. આ સવાલ પછી જાણે ત્યાં સન્નાટો છવાઇ ગયો હોય તેમ શિક્ષક કોઇ જવાબ જ આપી ન શક્યા અને તેમણે મોં સીવી લીધું. આ પછી એચ ટી મકવાણા વિદ્યાર્થીઓ પાસે ગયા અને તેમને પણ કેટલાક સવાલો પૂછ્યા હતા ખૂબ જ બેઝિક લેવલના શબ્દો જેવા કે પંખો, દિવાલ, મોર, પોપટ આ બધા શબ્દોના અંગ્રેજીના સ્પેલિંગ પૂછ્યા જેના જવાબ વિદ્યાર્થીઓને આવડ્યા ન હતા. એક પણ શબ્દનો સાચો સ્પેલિંગ વિદ્યાર્થીઓ બોલી ન શક્યા. આમાં આશ્વર્યની વાત એ છે આ વિદ્યાર્થીઓ સાતમા અને આઠમા ધોરણના વિદ્યાર્થીઓ હતા. 


પ્રાથમિક આરોગ્ચ વિભાગની લીધી મુલાકાત 

અધિકારીએ સરપ્રાઈઝ વિઝીટ માત્ર શાળાની ન લીધી હતી. પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ લીધી હતી.  શાળાની સ્થિતિ જોયા પછી તેઓ પાધોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. જેમાં ચકાસણી કરતા ડોક્ટર સહિતનો સ્ટાફ તેમના નિર્ધારિત જવાના સમય પહેલા જ નીકળી ગયો હતો.  


શા માટે અમે બતાવીએ છીએ આવા સમાચાર? 

આવા સમાચારો બતાવવા પાછળ અમારો એટલો જ હેતુ છે જેવું બતાવવામાં આવે છે કે ગુજરાતમાં ઓલ ઈઝ વેલ છે, તેવું નથી. એવી અનેક બાબતો છે જેની પર સરકારે ધ્યાન આપવું પડશે. સારૂ શિક્ષણ મેળવવું દરેક બાળકનો અધિકાર છે. એક તરફ દાવા મોટા મોટા કરવામાં આવે છે પરંતુ જ્યારે જમીની હકીકત સામે આવે છે તે કરવામાં આવેલા દાવાને ખોટા સાબિત કરે છે. અનેક શાળાઓ એવી છે જ્યાંની પરિસ્થિતિ સારી હશે, પરંતુ એ જોઈને તમે આવી શાળાને નકારી તો ન શકો ને. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો પણ સારી શિક્ષા મેળવવાનો હક છે. ત્યારે સરકારી અધિકારી દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે તેને ગંભીરતાથી લેવામાં આવે. ધવલ પટેલના રિપોર્ટ બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મને સારૂ નહીં પરંતુ સાચું કહો. ત્યારે અંતરિયાળ વિસ્તારમાં ભણતા વિદ્યાર્થીઓના એજ્યુકેશન પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. કારણ કે તે રાજ્યનું અને દેશનું ભવિષ્ય છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.