બ્રિટેનમાં રાજા રાણીની આ હોય છે ભૂમિકા! વિધી વિધાન સાથે થઈ ચાર્લ્સ-કેમિલાની તાજપોશી! 70 વર્ષ બાદ યોજાયો સમારોહ !


  • Published By :
  • Published Date : 2023-05-07 11:33:00

ભારતમાં એક સમય એવો હતો જ્યારે રાજાઓ રાજ કરતા હતા. આપણે ત્યાંથી રાજાશાહીનો જમાનો ગયો એનો જમાનો ગયો પરંતુ બ્રિટનમાં હજુ પણ રાજાનું શાસન ચાલી રહ્યું છે. આજે કિંગ ચાર્લ્સ IIIનો રાજ્યાભિષેક થયો. બ્રિટનના કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાનો તાજપોશી સમારોહ યોજાયો હતો. પણ સવાલ અહીં એ થાય કે ચાર્લ્સ રાજા તો બની ગયા પણ તેમને કામ શું કરવાનું હોય છે કારણ કે ત્યાં પણ સંસદ છે. તેમના માતા ક્વીન એલિઝાબેથ સેકન્ડ પણ દાયકાઓ સુધી રાણી રહ્યા પણ  તેમને કામ શું કરવાનું હોય છે.

किंग चार्ल्स

બ્રિટેનમાં રાજા-રાણીની આ હોય છે જવાબદારી!

આપણે ત્યાં સંસદીય પ્રણાલી છે પણ બ્રિટનમાં સંસદીય રાજપ્રણાલી છે. આપણે અહીંયા જેમ રાષ્ટ્રપતિ છે તેવી જ રીતે બ્રિટનમાં રાજા કે રાણી હોય છે. પદ મળે છે તો જવાબદારી પણ આપોઆપ આવી જાય છે. જો કિંગ કે ક્વીનના જવાબદારીઓની વાત કરીએ તો કિંગના સૌથી મોટા કામમાંથી એક છે બ્રિટનની ચૂંટણી પછી સરકારની પસંદગી કરવી. 


સરકાર બનાવા જીતેલા પક્ષને આપે છે આમંત્રણ!

આપણે ત્યાં જેમ ચૂંટણી જીતનાર પાર્ટીને સરકાર બનાવા રાષ્ટ્રપતિ આમંત્રણ આપે છે તેમ ત્યાં ચૂંટણી જીતનાર પાર્ટીના નેતાને કિંગ સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. અને તેમને બકિંઘમ પેલેસ બોલાવામાં આવે છે. કિંગ ધારે તો ચૂંટણી પહેલા સરકાર ભંગ પણ કરી શકે છે. તે સિવાય આપણે ત્યાં કોઈ બિલ પાસ કરવાનું હોય તો તેમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર જોઈએ તેવું ત્યાં પણ થાય છે. સંસદમાં બિલ બને છે અને પછી તેને કાયદો બનાવા માટે રાજા પાસે સહી કરવા મોકલાવાય છે. આ સિવાય રાજા કોમનવેલ્થ દેશોના રાષ્ટ્ર પ્રમુખ પણ કહેવાય છે. તો કિંગ ચાર્લ્સના ફોટો પણ નોટ પર જોવા મળશે.. અત્યાર સુધી રાણીનો ફોટો ચાલતો હતો જે હટશે અને કિંગ ચાર્લ્સ થર્ડનો ફોટો ઉમેરાશે... 

Image

Image

બ્રિટનમાં ચાર્લ્સ- કેમિલાની થઈ તાજપોશી!

બ્રિટનના રાજા ચાર્લ્સ થર્ડે વેસ્ટમિંસ્ટર એબેમાં શપથ લઈ લીધા છે.. તેમની તાજપોશી પણ થઈ ગઈ છે. દુનિયાભરના લોકો કિંગના શપથ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા. આર્કબિશપે તમામ ધાર્મિક વિધિઓ પછી કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાને તાજ પહેરાવ્યો હતો. ચાર્લ્સે ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ પર હાથ મૂકીને શપથ લીધા હતા. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ સમારોહ યોજાયો હતો. મહેમાનોની વાત કરીએ તો અમેરિકાના ફર્સ્ટ લેડી, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં રાજાની તાજપોશીમાં આવ્યા હતા. આ સમારોહનો ખર્ચ યુનાઈટેડ કિંગડમ સરકાર ઉઠાવતી હોય છે. 



AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..

આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના સિટીંગ ધારાસભ્યને ટિકીટ આપી હતી. એ બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.