મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના જ અગ્રણી નેતાએ મોરચો માંડ્યો, આ ગંભીર આક્ષેપ લગાવ્યો


  • Published By :
  • Published Date : 2023-11-15 19:58:41

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપનો આંતરિક વિખવાદ ફરી એક બહાર આવી રહ્યા છે. ગુજરાત ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે રાજકોટ જિલ્લામાં ભાજપના જ એક જુથે મોરચો માડ્યો છે. વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળિયાએ કુંવરજી બાવળિયા ભાજપના જૂના કાર્યકરોને સાઇડલાઇન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ભૂપત કેરાળિયાના નવા આક્ષેપથી રાજકોટ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે.

 


ભૂપત કેરાળિયાએ શું આક્ષેપ કર્યો?


રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાએ મંત્રી કુંવરજી બાવળિયા પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કુંવરજી બાવળિયા પર ભાજપના જૂના કાર્યકરોને માનસિક ત્રાસ આપી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત ઉમિયા શૈક્ષણિક સંકુલના સંચાલકો લાઈટ અને પાણીનું બીલ ન ભરતા હોવાથી અધિકારીઓ ઉઘરાણી કરવા જાય ત્યારે ધમકાવતા હોવાની બાવળિયા દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ આજકાલ જસદણ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે