Banaskanthaની આ શાળામાં કોઈ જ પ્રાથમિક સુવિધા નથી, ઓરડા છે પણ બેસી નથી શકાતું, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-08-14 16:11:33

કોઈ પણ દેશની પ્રગતિમાં સૌથી મોટો રોલ હોય તો તે શિક્ષણનો હોય છે, પશ્ચિમના દેશો તેનું ઉત્તમ ઉદાહરણ છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં શિક્ષણ ભારત જેટલું મોંઘુ નથી, નતો ત્યાં શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું. આવા દેશમાં શિક્ષણની ઉત્તમ સુવિધા લોકોને મળે છે, પણ આપણા દેશ અને ખાસ આપણા ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સાવ ડામાડોળ છે, વિદ્યાર્થીઓ છે તો શાળા નથી, શાળા છે તો ઓરડા નથી, ભૂલકા છે તો ભણાવનારા નથી. આવી જ એક શાળાની હકિકત બનાસકાંઠાથી સામે આવી છે. 

શાળામાં જે સુવિધા હોવી જોઈએ તેવી એક પણ સુવિધા નથી..!

ગુજરાતની એક એવી શાળા, જ્યાં છત પર પતરાં નથી, ભૂલકાના ભવિષ્યના ઘડતર માટે જે જોઈએ તે એકપણ સુવિધા નથી...છતાં પણ ભૂલકા ભણી રહ્યા છે પણ ખુલ્લા આકાશ નીચે. કરે તો શું કરે?, કારણ કે સરકાર સાંભળતી નથી, તંત્ર જવાબ આપતું નથી. પ્રાથમિક સુવિધાઓ પણ ઝંખતી આ શાળા છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંબેથા પ્રાથમિક શાળા....જિલ્લાના વડુ મથક પાલનપુરથી નજીકના અંતરમાં આવેલી આ શાળામાં આમ તો 6 ઓરડા છે, પણ આ છમાંથી 5 એટલા જર્જરિત અને ખંડેર થઈ ગયા છે કે તેમાં બેસવું એટલે મોતને સામે ચાલીને આમંત્રણ આપવું...તેથી જ વિદ્યાર્થીઓ ખુલ્લા આભ નીચે શિક્ષણ મેળવી કંઈ કરી છૂટવાની ખેવના દર્શાવી રહ્યા છે. 



યોજનાઓ માત્ર કાગળ સુધી સીમીત રહી જાય છે.. 

સરકાર મોટી મોટી યોજનાઓ બનાવે છે, પણ આ યોજનાઓ ગામડા સુધી પહોંચતી જ નથી. સરકાર જાતભાતના કાર્યક્રમોમાં જેટલો ખર્ચ કરે છે તેટલો ખર્ચ જો જર્જરિત શાળાઓના સમારકામ પાછળ કરે તો બધી જ શાળાઓ નવી થઈ જાય...પણ કરે કોણ?, આંબેથા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી 8ના 180 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ઓરડા જર્જરિત થઈ ગયા હોવાથી તેને તાળા મરાયા છે, એક ઓરડામાં 180 વિદ્યાર્થીને સમાઈ ન શકાય તે માટે બે પાળીમાં સ્કૂલ ચલાવી પડી રહી છે. છેલ્લા 3 વર્ષથી આવી સ્થિતિ છે, અનેકવાર રજૂઆતો કરાઈ પણ પરિણામ શૂન્ય જ મળી રહ્યું છે.



જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે..

તો આવી ખંડેર બની ગયેલી શાળાઓનું સમારકામ ક્યારે કરાશે તેનો જવાબ જ્યારે તંત્ર પાસેથી જાણીએ તો તેમનો એજ જૂન અને જાણિતો જવાબ હોય છે કે, કામ જલદી પૂર્ણ કરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું આંબેથા ગામની શાળા પર કહેવું છે કે ઓરડા માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, ત્વરિત કામ પૂર્ણ કરવામાં આવશે. વચન અને વાયદા તો તંત્રની ગડથૂથીમાં હોય છે, પણ વચનો પરિપૂર્ણ ક્યારે થાય તે મોટો સવાલ હોય છે. અહીં પણ આવું જ છે, અધિકારીએ જલદી કામ પૂર્ણ કરવાનો વાયદો તો કરી દીધો છે. પણ ખરેખર કામ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .