જૂઓ આ વિલાયતી માસ્તર... બનાસકાંઠાના આ શિક્ષક પણ ગાયબ થઈ ગયા! આદિવાસી વિસ્તારના બાળકો કઈ રીતે ભણશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-12 18:39:39

શિક્ષકો બાળકોના ભાવિને ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે.. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું વિશેષ સ્થાન હોય છે. પરંતુ થોડા સમયથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે.. બનાસકાંઠાથી શરૂ થયેલા આ કિસ્સાઓનો અંત ક્યારે આવશે ખબર નથી પણ ફરી એક વિલાયતી શિક્ષક હાથે આવ્યા છે..  બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષક મળ્યા છે. 

શિક્ષક છેલ્લા દોઢ વર્ષથી હાજર નથી..!

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મગવાસના શાળાની આ વાત છે મગવાસ સ્કૂલમાં ભૂતિયા શિક્ષક મળ્યા છે પછી ત્યાંના લોકોએ તો નવું કર્યું. ગ્રામજનોએ ઢોલ વગાડીને મોટી સંખ્યામાં એકત્રિત થયા અને સ્કૂલ આગળ એ બાબતે વિરોધ કર્યો. એ લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકના અભાવથી બાળકોને અભ્યાસમાં અગવડો પડી રહી છે. કેમ અગવડ પડે છે તો ગણિત-વિજ્ઞાનના શિક્ષક જય કુમાર ચૌહાણ છેલ્લા દોઢ વર્ષથી ગેરહાજર છે. પાન્છા બાદ દાંતાથી વિલાયતી શિક્ષક ઝડપાયા છે. હમણાં જ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ જ્યારે બીજી તરફ આદીવાસી શાળામાં જ શિક્ષકો આવતાં જ નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.





અનેક વખત રજૂઆત કરાઈ પરંતુ...

ત્યારે આપણને સવાલ થવો જ જોઈએ કે કેમ આદિવાસી વિસ્તારોના બાળકો શિક્ષણ અને શિક્ષકોથી વંચિત રહી જાય છે. છેલ્લા 03/01/23થી જયકુમાર કનૈયા લાલ ચૌહાણ નામનો શિક્ષક ગેરહાજર છે સ્કૂલના આચાર્યએ કહ્યું કે  શાળા દ્વારા અનેકોવાર તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ છતાં આ ભૂતિયા શિક્ષક સામે કાર્યવાહી કરાઇ નથી. જોકે આટલા કિસ્સા સામે આવ્યા બાદ સરકારની આંખ ઊઘડી છે . શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા એ પણ આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહીની વાત કરી છે. કેમ કે અચાનકથી 5-7 ઘટનાઓ આવી સામે આવી છે. 



ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો! 

ભૂતિયા શિક્ષકો અને ડમી શિક્ષકોને સરકાર કહે ભણશે ગુજરાત આલા પણ કેમનું? તંત્રમાં બેઠા લોકોને આદિવાસી બાળકોની કઈ પડી નથી એવું આ ઘટનાઓ જોઈને લાગી રહ્યું છે.. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો...



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.