આ વખતે ભાજપમાં નહીં પરંતુ કોંગ્રેસમાં થશે ભરતી મેળો!, ભાજપના દિગ્ગજ નેતા જઈ શકે છે કોંગ્રેસમાં.. જાણો ક્યાંય તમારા વિસ્તારના તો નથીને?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-25 13:33:45

ચૂંટણી નજીક આવી રહી છે જેને કારણે પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે નેતાઓ દ્વારા.... હમણાં સુધી આપણે સમાચારમાં એવું સાંભળતા હતા કે કોંગ્રેસને ફટકો પડ્યો, દિગ્ગજ નેતા ભાજપમાં જોડાવાના છે... પરંતુ આ વખતે ખેલ બદલાઈ ગયો છે. હવે સમાચારમાં આવે છે ભાજપના દિગ્ગજ નેતા ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ચૂંટણી પહેલા વધુ એક ઝાટકો ભાજપને થઈ શકેછે. કારણ કે ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે એવી માહિતી સામે આવી છે.  



જવાહર ચાવડા જો કોંગ્રેસમાં જશે તો લડી શકે છે પેટા ચૂંટણી 

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ પોતાના પક્ષનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી વખતે આવી ઘટનાઓ સામાન્ય હોય છે. વધુ એક નેતા પક્ષપલટો કરનારી ઘરવાપસી કરવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે પક્ષ બદલનાર ભાજપના નેતા હશે અને તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જવાહર ચાવડા કૉંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.અને હવે એવી વાતો થઇ રહી છે કે જવાહર ચાવડા પેટા ચૂંટણી લડી શકે છે કોંગ્રેસમાં જોડાયા બાદ.

 

પહેલા પણ ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી કારણ કે.... 

રસપ્રદ વાત એ છે કે થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસને છોડી ભાજપમાં જતા રહ્યા હતા. જવાહર ચાવડા ભાજપમાં જતા રહ્યા હતા જેને કારણે પેટાચૂંટણી કરવી પડી હતી અને અત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન થઈ ગયા છે. ફરી એક વખત ત્યાં  પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણીએ કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારી નથી. એટલે જંગ તો અરવિંદ ભાઈ vs જવાહરભાઇ જ હશે પણ પક્ષ બદલાઈ ગયા હશે. 



કોંગ્રેસમાં ઘરવાપસીની વાતો એટલા માટે થઈ રહી છે કારણ કે  

આ ચર્ચાઓએ જોર એટલે પકડ્યું કારણ કે હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહીં. છેલ્લા કેટલાક વખતથી નારાજ હોવાને કારણે જવાહરભાઈ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. એટલું જ નહિ 14 માર્ચના દિવસે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 


ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ચરમસીમા પર... 

આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નોતા એટલે જલ્દી જ ઘરવાપસી કરે તેવી ચર્ચાઓ થઈ રહી છે. બીજું કારણ એ પણ છે કે ભાજપમાં અત્યારે આંતરિક નારાજગી અને વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસથી આવેલા નેતાઓને પદ મળતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ છે. સાબરકાંઠામાં એવુજ કંઈક જોવા મળ્યું શોભનાબેનને ટિકિટ મળતા ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યાં છે . જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે. અને ફરી એ કોંગ્રેસથી ચુંટણી લડશે તેવું લાગી રહ્યું છે...  



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'