ખેડૂત આંદોલનની આગેવાની આ વખતે રાકેશ ટિકૈત નહીં પણ આ બે નેતાઓ કરી રહ્યા છે, જાણો કોણ છે તે?


  • Published By :
  • Published Date : 2024-02-13 16:31:03

ખેડૂતોએ તેમની પડતર માગણીઓને લઈને ફરી એક વખત આંદોનનો માર્ગ અપનાવ્યો છે. પંજાબ,હરિયાણા અને ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. જો કે આ વખતના આંદોલનનું નેતૃત્વ રાકેશ ટિકૈત નહીં પણ પંજાબના બે ખેડૂત નેતાઓ કરી રહ્યા છે જેમાં એક છે સરવન સિંહ પંઢેર અને બીજા  જગજીત સિંહ ડલ્લેબાજ છે. આ બંને ખેડૂતોના મોટા કાફલા સાથે દિલ્હી તરફ કૂચ કરી છે.

  


કોણ છે સરવન સિંહ પંઢેર?


સરવન સિંહ પંઢેર પંજાબના અમૃતસર જિલ્લાના ગામ પંધેરના વતની છે. તેઓ 10 ધોરણ સુધી ભણેલા છે. અને તેઓ 45 વર્ષના છે. સરવન સિંહ હંમેશા ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવતા રહે છે. તેઓ અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાના નજીકના મનાય છે. પંધેર વિદ્યાર્થીકાળથી જ આંદોલનોમાં સામેલ રહ્યા છે. પંઢેરની પાસે લગભગ સવા બે એકર જમીન છે. હાલના સમયે પંઢેર માંઝાના ખેડૂત સંગઠન કિસાન સંઘર્ષ સમિતિના મહાસચિવ છે. વર્ષ 2020માં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન પંઢેર પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. તેઓ સરકાર સાથે વાતચીતમાં સામેલ ખેડૂતોની કમિટીમાં પણ સામેલ રહ્યા છે. 


કોણ છે જગજીત સિંહ ડલ્લેબાજ?


જગજીત સિંહ ડલ્લેબાજ પહેલા સંયુક્ત કિસાન મોર્ચાનો ભાગ રહ્યા છે. બાદમાં તે બલબિર સિંહ રાજેવાલ સાથી મળીને ચાર અલગ સંગઠન બનાવ્યા હતા. જગજીતસિંહ ડલ્લેબાજના નેતૃત્વમાં ખેડૂત સંગઠન BKU ( એકતા સિધ્ધુપુર)ના નાના જુથોનો સાથ લીધો અને સમાન્તર સંગઠન SKM (બિનરાજકીય)નું સર્જન કર્યું હતું.  તેમાં હરિયાણા, રાજસ્થાન, એમપીના ખેડૂત સંગઠનો પણ સામેલ છે. તેણે કિસાન મજદુર મોર્ચા સાથે હાથ મિલાવ્યા અને દિલ્હી ચલોના આહવાન સાથે અમૃતસર અને બપનાલામાં રેલીઓ કરી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે