કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખને બદલવાની માગ! જાણો કયા ટ્વિટથી ગરમાઈ રાજનીતિ?


  • Published By :
  • Published Date : 2023-06-08 12:25:29

કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા અનેક વખત સામે આવતા હોય છે. નેતાઓ વચ્ચેના મતભેદ તેમજ આંતરિક ઘમાસાણ સમાચારોની હેડલાઈન્સ બનતા હોય છે. તમને લાગતું હશે કે રાજસ્થાન કોંગ્રેસની વાત કરવામાં આવી રહી છે પરંતુ ના આ સમાચાર ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક ટ્વિટથી રાજકારણ ગરમાઈ ગયું છે. શેખે ટ્વિટ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખને બદલવાની માગ હાઈકમાન્ડને કરી છે. ઉલ્લેખનિય છે કે શેખે પોતાના ટ્વિટમાં પ્રમુખનું નામ ન લેતા આડકતરી રીતે જગદીશ ઠાકોર પર નિશાન સાધ્યું છે.

  

ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહ્યા છે ડખા!

એક ટ્વિટે ગુજરાતના રાજકારણને ગરમાવી દીધી છે. કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા વિવાદ અનેક વખત સામે આવ્યા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટનો વિવાદ હજી શાંત નથી થયો ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જાણે વિવાદ શરૂ થવાનો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખને બદલવાની માગ કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાઈકમાન્ડને આવી રજૂઆત કરવામાં આવી છે. શેખના આ ટ્વિટને કારણે કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ તેમજ વિરોધના વંટોળ શરૂ થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 


નામ લીધા વગર જગદીશ ઠાકોર પર કર્યા પ્રહાર! 

શેખે પોતાના ટ્વિટમાં લખ્યું કે હાઈકમાન્ડે પોતાની વિવેકબુદ્ધિ અને સર્વેક્ષણના આધારે જે વ્યકિત કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હોય, પાયાના કાર્યકરને આદર આપતો હોય અને જનસમસ્યાઓ માટે સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવતો હોય તેવા વ્યકિતને ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ બનાવવો જોઈએ. મહત્વનું છે કે હાલ ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ જગદીશ ઠાકોર કરી રહ્યા છે. જમાવટની ટીમે જ્યારે ગ્યાસુદ્દીન શેખનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે જગદીશ ઠાકોર પોતે પદ છોડવા માગે છે.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે