જે નેતાઓને ભાજપમાં જોડાવું હોય તે જતા રહો- કમલનાથનું નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 10:25:40

રાહુલ ગાંધી એક તરફ ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને એક કરવા પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી ભાજપમાં જઈ રહ્યા છે તે બધા વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટિપટ્ટણી કરી છે. તેમણે કહ્યું કે જેને પણ કોંગ્રેસ છોડીને જવું હોય તેઓ જઈ શકે છે. જો કોઈ ભાજપમાં જવા માગતો હોય તો બિલકુલ જાય. અમે કોઈને રોકવા માગતા નથી. જો કોઈના વિચાર ભાજપ સાથે મેચ થતા હોય તો તેમના જવા માટે હું મારી ગાડી આપીશ. વધુમાં તેમણે કહ્યું કે કોઈના જવાથી કોંગ્રેસ ખતમ નહીં થાય.

  

અનેક દિગ્ગજ નેતાઓ ધારણ કર્યો છે કેસરિયો

કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ગોવા કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તો કેપ્ટન અમરિંદર, કપિલ સિબ્બલ, જ્યોતિરાદિત્ય સિંધ્યા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી અલગ થયા છે. અનેક ભાજપમાં જોડાયા છે તો અમુક લોકોએ પોતાની નવી પાર્ટી બનાવી છે. 

35% of MPs/MLAs who switched parties between 2014-2021 joined BJP; most  defectors from Congress: ADR report

Offered to resign 3 weeks ago: Captain Amarinder Singh - Hindustan Times

શું છે નિષ્ણાંતોનું માનવું

જ્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એક જૂથ રાખવાના પ્રયાસો કરાવા જોઈએ ત્યારે કમલનાથના આ નિવેદનથી કોંગ્રેસને મોટુ નુકસાન થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે