Christmas Vacationને લઈ હજારો પર્યટકો Hill Station પહોંચ્યા, Manaliમાં એટલી બધી ભીડ છે કે... જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-12-26 12:11:05

ક્રિસમસ વેકેશનમાં અનેક લોકો બહાર ફરવા જતા હોય છે. હિલ સ્ટેશનમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં લાંબી લાઈનો વાહનોની જોવા મળી. કલાકો સુધી વાહનો ખસે નહીં તેવી પરિસ્થિતિ હતી. હિલસ્ટેશનથી અનેક ફોટા સામે આવ્યા છે જેને જોઈ ચિંતા વધી જશે કોરોનાને કારણે... એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો બહારગામ જઈ રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી શકે છે.

 તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસમાં લગભગ 40,000 વાહનો અટલ ટનલને પાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત 23મી ડિસેમ્બરે કુલ્લુ જિલ્લામાં લગભગ 14,000 વાહનો આવ્યા છે, જ્યારે 24મી ડિસેમ્બરે 15,000થી વધુ વાહનો આવ્યા છે, જ્યારે સોમવારે સાંજે 5 વાગ્યા સુધી કુલ્લુમાં લગભગ 13,000 વાહનો આવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે કુલ્લુ જિલ્લામાં લગભગ 400 પોલીસ કર્મચારીઓ ટ્રાફિક ડ્યૂટી પર તૈનાત કરવામાં આવ્યા છે.

 મનાલીમાં પ્રવાસીઓના ધસારાને કારણે મોલ રોડ પ્રવાસીઓથી ભરચક છે. બીજી તરફ માર્ગો પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. મનાલી પોલીસ ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે કટિબદ્ધ છે.

હિલસ્ટેશન પર્યટકોથી ઉભરાયું! 

દિવાળીના સમયે અને ક્રિસમસના સમયે અનેક લોકો ફરવા જતા હોય છે. આ સમય દરમિયાન હોટલો ફૂલ થઈ જતી હોય છે. સહેલાણીઓ ઉમટી પડતા હોય છે જેને કારણે હોટલના ભાવમાં પણ તોતિંગ વધારો થતો હોય છે. ત્યારે આ વખતે ક્રિસમસ વેકેશનને ધ્યાનમાં રાખી લોકો હિલસ્ટેશનમાં ફરવા નિકળ્યા છે. અનેક હિલસ્ટેશનો એવા છે જ્યાં એટલા બધા લોકો ભેગા થયા થઈ ગયા છે કે પડે તેવા કકડા થઈ જાય તેવી હાલત છે. હિમાચલ પ્રદેશના મનાલીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા છે. 

 ASP કુલ્લુ સંજીવ ચૌહાણે જણાવ્યું કે મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા વધારાના પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

 પ્રશાસને મનાલીના મોલ રોડ પર પ્રવાસીઓ માટે ક્રિસમસ અને નવા વર્ષ પર ડીજેની પણ વ્યવસ્થા કરી છે. સોમવારે સાંજે અહીં પ્રવાસીઓ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ ભીડ કોરોનાને આમંત્રણ આપી શકે છે!

મહત્વનું છે કે ન માત્ર મનાલીમાં પરંતુ અનેક હિલ સ્ટેશનો એવા છે જ્યાં આવી જ પરિસ્થિતિ હાલ જોવા મળી હશે. અનેક ટ્રેનો ફૂલ છે તો જ્યારે અનેક વાહનોને લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. મહત્વનું છે એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ લોકો બિન્દાસ્ત બની ફરી રહ્યા છે. આવનાર દિવસોમાં  કોરોનાના કેસ વધી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સમાચાર ડરાવવા માટે નથી પરંતુ જાગૃતિ આવે તે માટે છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે