India-Pak મેચ પહેલા Narendra Modi સ્ટેડિયમને મળી ઉડાવવાની ધમકી, પૂછપરછ દરમિયાન ખબર પડી કે ધમકી આપનાર તો....


  • Published By :
  • Published Date : 2023-10-12 12:02:38

ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ યોજાવાની હોય ત્યારે મેચને લઈ દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ઘણી વાર એવા પણ દર્શકો હોય છે જેમને મેચમાં વધારે ખબર ન પડતી હોય પરંતુ ભારત અને પાકિસ્તાનની મેચ છે તે માટે તેઓ જોવા આવતા હોય છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 14 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. મેચને લઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યારે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપી હતી. ધમકી ભરેલો ઈ-મેલ મળ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આરોપીને પકડી પણ લેવામાં આવ્યો છે. 

ipl 2023 narendra modi stadium parking free shuttle service - નરેન્દ્ર મોદી  ક્રિકેટ સ્ટેડિયમમાં IPL દૂરના પાર્કિંગથી ગેટ સુધી લઈ જવા 'ફ્રી શટલ સર્વિસ'  News18 Gujarati

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની આપી હતી ધમકી 

આવતી 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ છે તેના પહેલા સમાચાર આવ્યા કે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ કર્યો છે. મામલો અતિ ગંભીર હોવાના કારણે પોલીસે તપાસ કરી અને આરોપીને પકડી લીધો. તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આરોપી તો માનસીક રીતે બીમાર છે. ભારત પાકિસ્તાનની મેચ પહેલા અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ધમકી મળતા જ અમદાવાદ પોલીસે જબરદસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોવાના કારણે મામલો ગંભીર હતો. આથી ગુજરાત પોલીસ સહિત કેન્દ્રની એજન્સીની પણ વોચ બેસાડી દેવામાં આવી હતી. 

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર IPL-14ની આ ધુરંધર ટીમો લેશે ટક્કર - BBC  News ગુજરાતી

તપાસ દરમિયાન પોલીસને મળી ચોંકાવનારી માહિતી

ધમકી કોણે આપી તે મામલે પોલીસે તપાસ આરંભી. અને અંતે ગુજરાત પોલીસે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પકડી પાડ્યો છે. રાજકોટથી કરણ માળી નામના વ્યક્તિને ગુજરાત પોલીસે ઉઠાવી લીધો હતો. કરણ માળીએ જ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે કરણ માળીને ઉઠાવ્યો અને પૂછપરછ કરી તો મહત્વની વિગતો સામે આવી છે. કરણ માળી મૂળ મધ્યપ્રદેશનો છે અને પોતે વીડિયો બ્લોગિંગ કરે છે. હાલ પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પણ પૂછપરછ દરમિયાન એવી વિગતો સામે આવી છે જે તમને ચોંકાવી દે તેવી છે. 

ફરી ભારત-પાકિસ્તાન મેચ પર વિવાદના વંટોળ! જો મેચ રદ્દ નહીં થાય તો પીચ ખોદી  નાંખીશું, આ નેતાએ આપી ધમકી


હતાશા દૂર કરવા સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી!

ધમકી આપનાર કરણ માળી માનસીક રીતે બીમાર હતો એવી માહિતી હાલ મળી રહી છે. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે કરણ માળીની પ્રેમિકા તેના મિત્ર સાથે ભાગી ગઈ હતી એટલે તે માનસીક રીતે તણાવમાં હતો. હતાશા દૂર કરવા તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવા ફોન કર્યો હતો. મહત્વનું છે કે આવા ધમકી ભર્યા ફોન અનેક વખત પોલીસને અથવા તો સુરક્ષાબળોન મળતા હોય છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે